National News/ FASTag વગરના વાહનો પાસેથી નકલી એપથી ટોલ વસૂલાત, 14 સ્થળે EDના દરોડા

દેશભરના હાઈવે(Fake Toll ) પર નકલી એપ ‘માબડાટા’ અને ‘એની’ દ્વારા ગેરકાયદે ટોલ વસૂલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ED ના દરોડામાં 1.03 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે.

NATIONAL Top Stories India
Fake Toll

Fake Toll App Scam: દેશભરના નેશનલ હાઈવે પર FASTag વગર મુસાફરી કરતા વાહનચાલકો પાસેથી ગેરકાયદે રીતે ટોલ વસૂલાત કરવાના કથિત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની તપાસમાં સામે આવ્યું છે કે દેશના લગભગ 100 જેટલા ટોલ પ્લાઝા પર બે ગેરકાયદે એપ્લિકેશનના માધ્યમથી કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી હતી. આ રકમ સત્તાવાર સિસ્ટમમાં ન દર્શાવીને સરકારી મહેસૂલને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનો તપાસ એજન્સીનો દાવો છે.

બે ગેરકાયદે એપથી નકલી રસીદો

EDના જણાવ્યા અનુસાર, FASTag સ્ટિકર વગરના વાહનો પાસેથી ટોલ વસૂલવા માટે ‘માબડાટા’ અને ‘એની’ નામની બે ગેરકાયદે એપ તૈયાર કરવામાં આવી હતી. વાહનચાલકો પાસેથી ટોલની (Fake Toll ) રકમ વસૂલ્યા બાદ આ એપ દ્વારા નકલી રસીદો આપવામાં આવતી હતી. આ રીતે એકત્ર કરાયેલી રકમની વિગતો NHAIની સત્તાવાર સિસ્ટમથી છુપાવવામાં આવતી હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન એવો પણ દાવો સામે આવ્યો છે કે કથિત કૌભાંડીઓ વસૂલાતની માહિતી પર નજર રાખવા માટે અલગ પોર્ટલનો ઉપયોગ કરતા હતા. તેના કારણે ટોલ વસૂલાતનો એક ભાગ સત્તાવાર રેકોર્ડમાં ન આવતા સરકારને કરોડો રૂપિયાના મહેસૂલનું નુકસાન થયું હોવાની આશંકા છે.

દેશભરમાં 14 સ્થળોએ દરોડા

મની લોન્ડરિંગના એંગલથી તપાસ આગળ વધારતા EDએ મની લોન્ડરિંગ પ્રિવેન્શન(Fake Toll ) એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને NCR સહિત દેશભરમાં કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

₹1.03 કરોડ રોકડા સહિત દસ્તાવેજો જપ્ત

EDની તલાશી દરમિયાન આશરે ₹1.03 કરોડ રોકડ, હિસાબી ચોપડા, બેન્ક સંબંધિત દસ્તાવેજો અને વિવિધ ડિજિટલ સાધનો મળી આવ્યા હતા. તપાસ એજન્સીએ આ સામગ્રી જપ્ત કરી છે. આ ઉપરાંત કથિત કૌભાંડ સાથે જોડાયેલા 8 બેન્ક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલાની શરૂઆત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પોલીસ સ્ટેશનમાં (Fake Toll ) નોંધાયેલી FIRથી થઈ હતી. મિર્ઝાપુરના ‘અતરેલા શિવ ગુલામ ટોલ પ્લાઝા’ સહિત અન્ય ટોલ પ્લાઝા પર ગેરકાયદે ટોલ વસૂલાત અંગે ફરિયાદ સામે આવી હતી. ત્યારબાદ EDએ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં ટોલ વસૂલાત સાથે સંકળાયેલા કેટલાક વચેટિયાઓ તેમજ NHAI તરફથી ટોલ કલેક્શન માટે નિયુક્ત ખાનગી કંપનીઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. જોકે, આ કેસમાં આરોપોની અંતિમ પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.


આ પણ વાંચો:MCX પર સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી; સોનું 1.54 લાખને પાર, ચાંદી પણ રેકોર્ડ સપાટીની નજીક

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; ચાંદી 2,40,000 ની નીચે સરકી, રોકાણકારોમાં ચિંતા

આ પણ વાંચો:PMએ કેમ કરી સોનું ઓછું ખરીદવાની અપીલ? જાણો જ્વેલરી શેર પર અસર અને આર્થિક સમીકરણ