New Delhi News/ મશીનરી અને વિદ્યુત ઉપકરણ સુરક્ષા આદેશની અધિસૂચના રદ

 સરકારનું માનવું છે કે જાહેર હિતમાં આ નિર્ણય લેવો આવશ્યક હોવાથી, આ Notification હવે અમલમાં રહેશે નહીં.

India
Notification

New Delhi News : ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016 (2016 નો ક્રમાંક 11)ની કલમ 16 હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરી કેન્દ્ર સરકારે જાહેર હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલ “મશીનરી અને વિદ્યુત ઉપકરણ સુરક્ષા (સર્વવ્યાપી તકનિકી નિયમન) આદેશ, 2024” સંબંધિત અધિસૂચના (Notification)  ને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા તે અધિસૂચના (Notification) ને સંપૂર્ણપણે અમાન્ય જાહેર કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે આ અધિસૂચના ક્રમાંક કા.આ. 3649(અ) તા. 28 ઑગસ્ટ, 2024ના રોજ ભારતના રાજપત્ર (અસાધારણ), ભાગ-2, ખંડ-3, ઉપખંડ (ii)માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા તે અધિસૂચના (Notification) ને સંપૂર્ણપણે અમાન્ય જાહેર કરવામાં આવી છે.

 સરકારનું માનવું છે કે જાહેર હિતમાં આ નિર્ણય લેવો આવશ્યક હોવાથી, આ અધિસૂચના (Notification) હવે અમલમાં રહેશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ જામનગર નજીક ખંભાળિયા પાસે મશીનરી સાથેનું ટ્રેલર સાઈનબોર્ડ સાથે અથડાતાં સરકારી મિલકતને નુકસાન

આ પણ વાંચોઃ TRP Game Zone Live: ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’, હાઈકોર્ટની સરકારને ઝાટકણી

આ પણ વાંચોઃ જામનગરમાં આજે પાણી કાપ 25 હજાર પરિવારને આજે નહીં મળે પાણી મનપા દ્વારા મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી ગુલાબનગર A ઝોનમાં પાણી વિતરણ બંધ