Entertainment News/ ગુજરાતી સિનેમાની ફિલ્મ ‘લાલો’નો તેલુગુમાં ધમાકો; વિજય દેવરકોંડા ભજવી શકે છે ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા

Entertainment News :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં ઐતિહાસિક સફળતા મેળવનાર અને રૂ. 100 કરોડથી વધુનો કારોબાર કરનારી પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Lalo Movie)હવે દક્ષિણ ભારતીય સિનેમામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ સુપરહિટ ભાવનાત્મક અને ભક્તિસભર ફિલ્મના તેલુગુ રિમેકના અધિકારો (Right) પ્રખ્યાત સાઉથ પ્રોડ્યુસર દિલ રાજુએ ખરીદી લીધા છે. સૌથી રસપ્રદ વાત એ છે […]

Entertainment
Lalo Movie A blast in Telugu

Entertainment News :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં ઐતિહાસિક સફળતા મેળવનાર અને રૂ. 100 કરોડથી વધુનો કારોબાર કરનારી પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Lalo Movie)હવે દક્ષિણ ભારતીય સિનેમામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ સુપરહિટ ભાવનાત્મક અને ભક્તિસભર ફિલ્મના તેલુગુ રિમેકના અધિકારો (Right) પ્રખ્યાત સાઉથ પ્રોડ્યુસર દિલ રાજુએ ખરીદી લીધા છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ (Lord Shri Krishna)નું દિવ્ય પાત્ર ભજવવા માટે ટોલીવુડ સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda)નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.આ અગાઉ આ પાત્ર માટે રામ ચરણના નામની ચર્ચા હતી, પરંતુ હવે વિજય દેવરકોંડા આ આઇકોનિક ભૂમિકા રજૂ કરે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

Lalo Movie  : ગુજરાતી ફિલ્મનો સાઉથમાં રીમેક માસ્ટરપ્લાન

અંકિત સખિયાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘લાલો’ એક એવા સામાન્ય માનવીની કથા છે જે જીવનની વિષમ પરિસ્થિતિઓમાં ઘેરાયેલો હોય છે અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન બાદ તેની આત્મજ્ઞાન (Self-knowledge)ની સફર શરૂ થાય છે.

અત્યાર સુધી કમર્શિયલ એક્શન અને રોમેન્ટિક ફિલ્મોમાં જોવા મળેલા વિજય દેવરકોંડા માટે શ્રીકૃષ્ણનો રોલ કરવો એ એક દિવ્ય અને આંતરિક બદલાવ લાવનારો અનુભવ સાબિત થશે. ઓરિજિનલ વર્ઝનમાં આ રોલ શ્રુહદ ગોસ્વામીએ નિભાવ્યો હતો.દક્ષિણ ભારતમાં ‘કાર્તિકેય 2’ અને ‘હનુ-માન’ જેવી ભક્તિ અને પૌરાણિક કથા આધારિત ફિલ્મોને અભૂતપૂર્વ સફળતા મળી છે, તેથી જ નિર્માતા દિલ રાજુએ આ વાર્તા પર પસંદગી ઉતારી છે.

રશ્મિકા સાથેની ફિલ્મ બાદ શ્રીકૃષ્ણના અવતારમાં જોવા મળશે વિજય!

અત્રે નોંધનીય છે કે વિજય દેવરકોંડા ટૂંક સમયમાં જ રશ્મિકા મંદાના સાથે એક મોટા બજેટની હિસ્ટોરિકલ એક્શન-ડ્રામા ફિલ્મમાં નજરે પડશે, જે 16 ઓક્ટોબર 2026ના રોજ દશેરાના પવિત્ર તહેવાર પર થિયેટરોમાં રિલીઝ થવાની છે. ત્યારબાદ તેઓ ‘લાલો’ના તેલુગુ વર્ઝન પર કામ શરૂ કરી શકે છે.

હજુ સુધી તેલુગુ રીમેકના મુખ્ય પાત્ર (લાલો) અને ડિરેક્ટરના નામની સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ સાઉથના દર્શકોમાં આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાનાએ રચ્યો ઇતિહાસ; સંયુક્ત રીતે જીતી ‘ધ ટ્રેટર્સ 2’ ની ટ્રોફી

આ પણ વાંચો :25 વર્ષનું સફળ કરિયર છતાં બોલિવૂડની ‘બેબો’નું એક સપનું રહી ગયું અધૂરું

આ પણ વાંચો :વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લંડન શિફ્ટ થવા પાછળનું સાચું કારણ આવ્યું સામે