Entertainment News : પોપ્યુલર રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ સીઝન 2’ (The Traitors 2) ના ગ્રાન્ડ ફિનાલેમાં એક અત્યંત રોમાંચક મોડ જોવા મળ્યો છે. આ વખતે શોના ઇતિહાસમાં પ્રથમ વખત એક નહીં પરંતુ બે સ્પર્ધકોએ સંયુક્ત રીતે વિજેતા બનીને ટ્રોફી તથા 6.6 મિલિયન (66 લાખ) ની જંગી ઇનામી રકમ પોતાના નામે કરી છે. અદ્ભુત રણનીતિ અને માસ્ટરમાઇન્ડ ગેમપ્લાન સાથે ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાના આ શોની વિજેતા જોડી તરીકે સામે આવી છે.કરણ જોહર (karan johar)ના હોસ્ટ કરેલા આ શોના અંતિમ તબક્કા સુધી બંનેએ એકબીજા પ્રત્યે અકબંધ વિશ્વાસ બતાવીને બાકીના સ્પર્ધકોને માત આપી હતી.
The Traitors 2 : ફિનાલેનો રોમાંચક તબક્કો અને માસ્ટરમાઇન્ડ રણનીતિ
ફિનાલેની શરૂઆતમાં મલ્લિકા શેરાવત બહાર થઈ હતી. ત્યારબાદ ક્રિસ્ટલ, રીડા, શાલિની પાસી, સાહિલ સલાથિયા અને દિલીપ તાહિલ વચ્ચે આખરી ટક્કર થઈ હતી, જેમાં એક પછી એક ખેલાડીઓ બહાર ફેંકાતા ગયા.ક્રિસ્ટલ પહેલા જ દિવસથી ‘ટ્રેટર’ તરીકે પોતાના માસૂમ ચહેરા પાછળ એક ઘાતક રણનીતિ છુપાવીને રમી રહી હતી. તેની આ હોંશિયાર ગેમપ્લાનની (Of a clever game plan)કરણ જોહરે પણ ભારે પ્રશંસા કરી હતી.શરૂઆતમાં નિર્દોષ સ્પર્ધક તરીકે રમ્યા બાદ ક્રિસ્ટલે રીડાને પોતાની સાથી ‘ટ્રેટર’ તરીકે પસંદ કરી હતી. રીડાએ પોતાની ચતુર ચાલથી અન્ય ખેલાડીઓની સાચી ઓળખ ખુલ્લી પાડી રમતનો નકશો બદલી નાખ્યો હતો.
ધોખો આપવાના બદલે નિભાવી દોસ્તી
ફિનાલેના અંતિમ તબક્કામાં જ્યારે શાલિનીએ રીડા વિરુદ્ધ વોટ કર્યો ત્યારે ક્રિસ્ટલ પાસે રીડાને બહાર કરીને આખી ઇનામી રકમ એકલા પોતાના નામે કરવાની તક હતી. પરંતુ ક્રિસ્ટલે પોતાની સાથી ‘ટ્રેટર’ રીડાને ધોખો આપવાના બદલે તેનો સાથ આપી તેને બચાવી લીધી હતી.અંતમાં જ્યારે બંને વિજેતા તરીકે જાહેર થઈ ત્યારે બહાર થયેલા અન્ય સ્પર્ધકો પણ આ જોડીનો આટલો મજબૂત વિશ્વાસ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો :25 વર્ષનું સફળ કરિયર છતાં બોલિવૂડની ‘બેબો’નું એક સપનું રહી ગયું અધૂરું
આ પણ વાંચો :‘દાયરા’ ફિલ્મમાં સાથે દેખાશે કરીના-પૃથ્વીરાજ; જાણો બંનેમાંથી કોણ છે સૌથી વધુ અમીર
આ પણ વાંચો :સમય રૈનાના શોથી રાતોરાત છવાઈ ગઈ બિહારની શેરોન વર્મા
