Entertainment News/ પવન સિંહને ધમકીની પરવા નથી…સલમાન ખાનને ‘ભાઈ’ કહ્યો…’બિગ બોસ 19′ માં જમાવ્યો રંગ…!!

‘બિગ બોસ 19’ ફિનાલેમાં લોરેન્સ બિશ્નોઈ ગેન્ગની ધમકીની ઐસી તૈસી કરીને પવન સિંહ, ભોજપુરી સિનેમાના આ ઢાંસુ સ્ટારે સલમાન ખાન ને મોટો ભાઈ ગણાવતા…

Trending Entertainment
સલમાન ખાન, પવન સિંહ, બિગ બોસ 19

Entertainment News: ‘બિગ બોસ 19’ ફિનાલેમાં પવન સિંહ (Pawan Singh) લોરેન્સ બિશ્નોઈ ગેન્ગની ધમકીની ઐસી તૈસી કરીને એક શાનદાર અને જાનદાર એન્ટ્રી લીધી છે! સલમાન ખાન સાથે મજેદાર વાતચીત, ડાન્સ અને ટૉપ 5માં સોંપાયેલા ટાસ્કને પૂરો કરીને શોમાં ધમાકો કર્યો છે! આ ટાસ્ક ચેલેન્જ (Task Challenge)માં અમાલ મલિક બહાર ફેંકાઇ ગયો છે અને વિજેતા ગૌરવ ખન્ના બન્યો છે.

તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ દ્વારા મળેલી ધમકીઓ વચ્ચે ‘બિગ બોસ 19’ના ગ્રાન્ડ ફિનાલે (Big Boss 19) ના દિવસે ભોજપુરી સિનેમાના ઢાંસુ સ્ટાર પવન સિંહે પોતાના અનોખા અને બેબાક અંદાજથી ચાર ચાંદ લગાવી દીધા છે! સ્ટેજ પર એની એન્ટ્રી સમયે એણે લલકાર્યુ હતું, ‘તોહરે જૈસન ભાઈ કહાં…’ અને આવી ધમાકેદાર એન્ટ્રીથી બધાનું દિલ જીતી લીધું હતું! ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Gangster Lawrence Bishnoi) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, જો એ સલમાન ખાન (Salman Khan) સાથે દેખાશે તે આગળ ક્યારેય કામ નહિં કરી શકે!!

સલમાન ખાન, પવન સિંહ, બિગ બોસ 19

સલમાન ખાનનો જબ્બર ફેન છે પવન સિંહ

આ ભોજપુરી સ્ટારે (Bhojpuri Star) કોઇની પણ ધમકીની પરવા ન કરતા બિગ બોસમાં ગજબ રંગ જમાવ્યો હતો…આ લોકપ્રિય સ્ટાર પવન સિંહે ન કેવળ પોતાના ગીત અને ડાન્સથી બધાનું દિલ જીતી લીધું હતું પરંતુ સાથોસાથ સલમાનનો ફેન (Fan) હોવાનું પણ જતાવ્યું હતું. જ્યારે બોલીવુડ સ્ટાર (Bollywood Star) સલમાને આ ભોજપુરી સ્ટારની પ્રશંસા કરી તો વળતા પવને પણ એને ‘મોટો ભાઈ’ હોવાનું જણાવતા ત્યાં સુધી કહી દીધું કે, “આપ સે બડા તો કોઇ નહિં હૈ…” ત્યાર બાદ, સલમાને એને ગળે વળગાડીને જોશપૂર્વક સ્વાગત કર્યુ હતું.

પવન સિંહના શબ્દોમાં જોઇએ તો, “સર, હું હૃદયપૂર્વક તમને ભૈયા કહેવા ઇચ્છું છું. હું તમારો મોટો ફેન છું. આજે તમારી સામે ઊભા રહેવાનો મોકો મળ્યો, મારું જીવન સફળ થઇ ગયું! હવે રહી વાત મસ્તી અને ધમાલ મચાવવાની તો, આ લોકોએ (ટૉપ 5) તરખાટ મચાવી જ દીધો છે!” પવને આ પછી હાજર તમામને બિગ બોસને હીટ કરવા બદલ વધામણી આપી હતી.

સલમાન ખાન, પવન સિંહ, બિગ બોસ 19

‘બિગ બોસ 19’ માં ટ્રેન્ડ સેટર પવન સિંહ ની સલમાન ખાન દ્વારા પ્રશંસા

જો કે, વાતચીતનો આ દોર અહિં થંભ્યો ન હતો અને સલમાને એને કહ્યું હતું કે, “પવન, તમને તો વાયરલ (Viral) થવાની આદત થઇ ગઈ છે, તમે જે પણ કરો છો એ વાયરલ થઇ જાય છે! કોઈ જેકેટ પહેરી લો તો વાયરલ થઇ જાય છે, ડાન્સ કરો તો વાયરલ થઇ જાય છે, ગીત વાયરલ…ડાયલોગ વાયરલ…તમે તો હાલતા-ચાલતા ટ્રેન્ડ સેટર (Trend Setter) છો!”

આ સાંભળીને પવન સિંહના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે અને એ જવાબ આપે છે, “ભૈયા, તમે કહી રહ્યાં છો તો અમે પણ ટ્રેન્ડ સેટર છીએ, પણ અસલી ટ્રેન્ડ સેટર તો તમે છો!” પછી બિગ બોસ કન્ટેસ્ટન્ટ્સની સામે ઇશારો કરતા એણે કહ્યું કે, “આ લોકો પણ છે!”

પવનની આ વાત પર બધા હસવા લાગ્યા જ્યારે એણે મજાકમાં કહ્યું કે, “એક ફેમસ કન્ટેસ્ટન્ટ છે, શાહબાઝ, જેનું ઇંગ્લિશ બહુ મસ્ત છે… ક્યાં છે શાહબાઝ?” પવન શાહબાઝને ઓળખ્યા વિના જ એના વિશે વાત કરી રહ્યો છે એવી એની માસૂમિયતભરી ચેષ્ટાથી, હાજર તમામ લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા!

સલમાન ખાન, પવન સિંહ, બિગ બોસ 19

સલમાન-નીલમ સાથે ડાન્સ મૂવ્સ

આ પછી પવન સિંહ કન્ટેસ્ટન્ટ્સની સાથે હંસી-મજાક કરવા લાગ્યો. શાહબાઝ પાસે અંગ્રેજીમાં તો ફરહાના પાસે રોમેન્ટિક ડાયલોગ્સ બોલાવીને બધાનું મનોરંજન કર્યુ. ત્યાર બાદ, પવને નીલમ ગિરિ (Neelam Giri)ની પણ પ્રશંસા કરી અને સલમાનની રિકવેસ્ટ પર એની સાથે ભોજપુરી ગીત પર થિરક્યો પણ ખરો! નીલમ અને પવને પછી સલમાન સાથે પણ ડાન્સ કર્યો હતો, પવને સલમાનના વખાણ કરતા કહ્યું કે, “ભૈયાને તો ગરદા મચા દિયા..!”

સલમાન ખાન, પવન સિંહ, બિગ બોસ 19

શોમાં પવન આવે અને કોઇના પર પસ્તાળ ના પડે એવું તો થઇ જ ન શકે!! એણે ટોપ 5 પ્રતિયોગીઓ અને એમના ફેમિલીને એક ટાસ્ક પૂરો કરવાની ચેલેન્જ આપી હતી એમાં એમની કિસ્મત દાવ પર લાગેલી હતી. આ ચેલેન્જમાં અમાલ મલિક (Amal Malik) ટોપ 5ની રેસમાંથી આઉટ થઇ ગયો હતો.

બિગ બોસ 19 નો વિજેતા ટીવી સુપર સ્ટાર ગૌરવ ખન્ના (Gaurav Khanna) બન્યો છે. એણે 50 લાખની પ્રાઇઝ મની પ્રાપ્ત કરવા ઉપરાંત, ટાસ્ક પૂરો કરવા બદલ કાર પણ જીતી હતી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બિગ બોસ 19ના ઘરમાં તાજી કરી પ્રેમની યાદો, કેપ્ટન બસીર તાન્યા પર ભડક્યો!

આ પણ વાંચો: બિગ બોસ 19 માં ચોંકાવનારો ટ્વિસ્ટ કેપ્ટનશીપ ટાસ્ક દરમિયાન મૃદુલ તિવારી થયો ઘાયલ, શું અભિષેક બજાજ જવાબદાર છે?

આ પણ વાંચો: બિગ બોસ 19નો સૌથી ‘ડોમિનેટિંગ’ કન્ટેસ્ટન કોણ છે? જેને પોતાના ઑર્ડરોથી ઘરના સભ્યોને પરેશાન કર્યા