Entertainment News/ બિગ બોસ 19નો સૌથી ‘ડોમિનેટિંગ’ કન્ટેસ્ટન કોણ છે? જેને પોતાના ઑર્ડરોથી ઘરના સભ્યોને પરેશાન કર્યા

અત્યાર સુધી 18 સિઝન સફળ રીતે ટેલિવિઝન પર ધૂમ મચાવી છે તેની હાલમાં ચાલતી સિઝન જેનું નામ છે “બિગ બોસ”.

Trending Entertainment

Entertainment News: ટેલિવિઝન શોમાં પ્રખ્યાત એવા ટેલી-બોલિવૂડ કે જે કલર્સનો રિયાલિટી શો જેવા મસાલેદાર ડ્રામા હોય છે. આ શો અત્યારે લોકોની ચર્ચાનો વિષય બન્યો છે જેની અત્યાર સુધી 18 સિઝન સફળ રીતે ટેલિવિઝન પર ધૂમ મચાવી છે તેની હાલમાં ચાલતી સિઝન જેનું નામ છે “બિગ બોસ”.

બિગ બોસમાં હોસ્ટની ખૂરશી પર બેસનાર સલમાન ખાન છે. બિગ બોસ-18 બાદ હવે 19 માં એક નવા જ અંદાજમાં આવતા આ શોના   પહેલા એપિસોડમાં દર્શકોને કંટાળ્યા નથી. બધા સ્પર્ધકો એકબીજાને જાણવા અને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમજ પોતાની ઇમ્પરેશન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સલમાન ખાનના શોમાં એક કન્ટેસ્ટન જોવા મળે છે, જે હવેથી બધા પર રાજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વ્યક્તિ ફક્ત દરેક વિષય પર પોતાનો અભિપ્રાય જ નહિ , પરંતુ ઘર અને ઘરના સભ્યો પર પણ રાજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોણ છે આ કન્ટેસ્ટન ?

કુનિકા સદાનંદ શું ઘર પર કબજો કરવાનો પ્રયાસ કરે છે!

‘બિગ બોસ 19’માં ઘણા  સ્ટ્રોંગ કોમ્પિટિટરસ  છે. પહેલા જ  એપિસોડમાં સૌથી વધુ જોવા મળેલી કન્ટેસ્ટન કુનિકા સદાનંદ છે. કુનિકાએ સ્ટેજ પર કહ્યું હતું કે તેની સ્ટાઇલ ખૂબ જ સારી અને બોલ્ડ છે. હવે પહેલા એપિસોડમાં પણ કુનિકા સદાનંદ ઘરના સભ્યો પર પોતાની ઇચ્છા થોપતિ જોવા મળે છે. કિચનથી લઈને કોન્ફરન્સ રૂમ સુધી, અભિનેત્રીએ બધું જ પોતાના હાથમાં લીધું છે. સવારે ઉઠતાની સાથે જ તે કિચનમાં રસોઈ બનાવતી જોવા મળી. આ દરમિયાન, ક્યારેક તે કોઈને ઠપકો આપતી જોવા મળી, તો ક્યારેક તે નિયમો બનાવતી જોવા મળી.

કેટલાકને ડોમિનેટિંગ  અંદાજ બતાવ્યો અને કેટલાકને મોમ્સ અંદાજ બતાવ્યો 

કિચન ડ્યુટી કરતી વખતે, તેણે બસીર અલીથી લઈને ફરહાના ભટ્ટ સુધી બધાને ગુસ્સેથી ભળકાવ્યા.  કુનિકા સદાનંદ બેડરૂમમાં બધા ઘરના સભ્યોને શાંત પાડતી પણ જોવા મળી. તે નાની નાની વાતો પર ગુસ્સે થાય છે. કેટલાક સ્પર્ધકો એવું પણ કહેતા જોવા મળ્યા કે કુનિકા સદાનંદ તેને મોમ્સ અંદાજ આપી રહી છે. તે ચીડાઈને  જતી રહે છે અને દરેક કામને પોતાની ફરજ સમજીને કરવાનું શરૂ કરે છે. તે જ સમયે, કેટલાક લોકોને કુનિકા સદાનંદની સ્ટાઇલ ખૂબ જ ડોમિનેટિંગ લાગે છે.

પહેલા જ દિવસે કુનિકાના વર્તનથી સ્પર્ધકો કંટાળી ગયા હતા

બસીર અલી, ઝીશાન કાદરી, તાન્યા મિત્તલ અને ફરહાના ભટ્ટ પહેલા જ દિવસે કુનિકાના સદાનંદથી કંટાળી ગયા હતા અને તેની સામે ઉભા જોવા મળ્યા હતા. બસીર અલીએ અભિનેત્રી સાથે ઉગ્ર દલીલ પણ કરી હતી અને કહ્યું હતું કે તે તેની વાત સાંભળશે નહીં. બીજી તરફ, તાન્યા મિત્તલ ઘણી વખત કુનિકાના સદાનંદને રોકતી જોવા મળી છે. પહેલા એપિસોડને જોતા કહી શકાય કે કુનિકાના સદાનંદે કેટલાક સેલેબ્સનું નામ ખરાબ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અભિનેત્રી જિયા માણેકે તેના મિત્ર વરુણ જૈન સાથે કરી લગ્નની સરપ્રાઇઝ જાહેરાત

આ પણ વાંચો:મનિકા વિશ્વકર્મા બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025, હવે થાઈલેન્ડમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આ પણ વાંચો:રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મના સેટ પર ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી કરાયા