મુંબઇ,
ફિલ્મો અને ટીવી શોઝ વગર પણ કેવી રીતે ચર્ચામાં રહી શકાય તે શમા સિકંદર પાસેથી શીખો. તે અવારનવાર તેના હોટ ફોટા દ્રારા લોકોના દિમાગમાં છવાયેલી રહે છે.

તે સોશિઅલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને સમય-સમય પર તેમના ચાહકો માટે તેના ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે. જો સોશિયલ મીડિયા ન હોય તો ઘણા લોકો શમા જેવી ઘણી સુંદરીઓને ભૂલી ગયા હોત.

આપને જણાવી દઈએ કે શમાએ તાજેતરમાં એક ફોટો શેર કર્યો જેમાં તે હંમેશની જેમ સુંદર લાગે છે. શમાએ મેસેજ ખૂબ સારો લખ્યો છે.

તેને લખ્યું કે મારા માટે સુંદરતાનું મહત્વનું એ છે કે તમે જેવા છો તેમાં જ ખુશ રહો. પોતાને એ સ્વરૂપે જાણો અને સ્વીકારો. આ મેસેજ એવા લોકો માટે છે જે તેમના લૂકને લઈને પરેશાન રહે છે.
