અમદાવાદ,
આજે મકરસક્રાંતિ છે અને મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોનુસાર આ દિવસે કરેલું દાન આ જન્મ સાથે બીજા જન્મમાં પણ કરોડો ગણું બની અને કામ આવે છે. માન્યતા એવી પણ છે કે આ દિવસે જે પણ દાન કરો તે અક્ષયફળ આપનાર સાબિત થાય છે.
દરેક રાશિની વ્યક્તિએ મકર સંક્રાંતિ પર હવન, અભિષેક, યજ્ઞ કરવા અને નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે. આ અવસર પર ખિચડી, તલ, ગોળ, ચોખા, લીંબૂ, મૂળા, અડદની દાળ અને દ્રવ્યનું દાન કરવું જોઈએ.
મકરસક્રાતિનું રાશિ ભવિષ્ય
મેષ (અ, લ, ઈ)
આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. નોકરી-ધંધામાં નવી તકો મળે. શરદી-ઉધરસથી સંભાળવું. દિવસ શુભ રહે.
વૃષભ (બ, વ, ઉ)
પરિવાર સાથે ચાલતા ઝગડામાં ઉકેલ મળે.માનસિક ચિંતા હળવી બની શકે છે. આકસ્મિક ધન-લાભની શક્યતા છે.
મિથુન (ક, છ, ઘ)
વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ શક્ય. નવું વાહન ખરીદવાના યોગ ઉભા થાય.. આર્થિક સમસ્યાનો ઉકેલ મળી શકે.
કર્ક (ડ, હ)
અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આકસ્મિક ધન-લાભ શક્ય.
સિંહ (મ, ટ)
ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળી શકે. દિવસ આનંદમય પસાર થઈ શકે. આરોગ્ય સુખમય બની રહે.
કન્યા (પ, ઠ, ણ)
સંતાનો વચ્ચે ચાલતા વિખવાદનો અંત આવે.. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. આવકનાં સ્રોત વધી શકે છે.
તુલા (ર, ત)
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.
વૃશ્ચિક (ન, ય)
વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણયો લઈ શકાય. આવકનાં સ્રોત વધી શકે.
ધન (ભ, ધ, ફ, ઢ)
ભાગ્યોદયની તક મળી શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે. દિવસ આનંદમય.
મકર (ખ, જ)
રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓની ખાસ કાળજી રાખવી. ચિંતા હળવી બની શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે.
કુંભ (ગ, સ, શ, ષ)
આકસ્મિક ધન-લાભની શક્યતા નકારી શકાતી નથી. ઈષ્ટદેવની ઉપાસના ઇચ્છિત ફળપ્રાપ્તિમાં સહાયક બને.
મીન (દ, ચ, ઝ, થ)
વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. જૂના મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઈ શકે. પ્રવાસ શક્ય.
