હોલિવૂડ/ 50 વર્ષની ઉંમરે માતા બની આ સ્ટાર, શેર કરી બેબી ગર્લની તસવીર

મોડલિંગની દુનિયામાં જાણીતું નામ અને સુપરમોડલ નાઓમી કેમ્પબેલના લાખો ચાહકો છે. રેમ્પ પર નાઓમીને જોઈને લાખો લોકો હજી વખાણ કરે છે. 

Entertainment

મોડલિંગની દુનિયામાં જાણીતું નામ અને સુપરમોડલ નાઓમી કેમ્પબેલના લાખો ચાહકો છે. રેમ્પ પર નાઓમીને જોઈને લાખો લોકો હજી વખાણ કરે છે. નાઓમી કેમ્પબેલ તેના અદભૂત અંદાજ અને અલગ લુક માટે જાણીતી છે. પરંતુ આ વખતે નાઓમી તેના પ્રશંસકોમાં તેની મોડલિંગ કારકિર્દી માટે ચર્ચામાં નથી, પરંતુ તેનું કારણ અલગ અને વિશેષ છે. હકીકતમાં નાઓમીએ તાજેતરમાં જ એક સુંદર છોકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર માત્ર એટલા માટે જ ખાસ નથી કારણ કે નાઓમી કેમ્પબેલ માતા બની છે, પરંતુ જ્યારે પચાસ વર્ષની ઉંમરે તેણે પુત્રીને જન્મ આપ્યો છે ત્યારે તે વધુ ચર્ચામાં છે. આ સમાચાર પછી, નાઓમીના ચાહકો માત્ર ખુશ જ નહીં, પણ આશ્ચર્યચકિત પણ છે.

naomi campbell

નાઓમીએ પુત્રીને આપ્યો જન્મ

નાઓમીએ આ વિશે તાજેતરમાં જ એક યુટ્યુબ શો દરમિયાન ખુલાસો કર્યો છે. આ વિશે બોલતા નાઓમીએ કહ્યું કે લોકડાઉન મારા માટે ખૂબ જ સુંદર સમય સાબિત થયો છે. હમણાં મેં મારી પુત્રીને જન્મ આપ્યો છે. આ ઉંમરે માતા બનવાનું મુશ્કેલ નિર્ણય લેવા વિશે પૂછેલા સવાલ પર, નાઓમીએ કહ્યું કે હું ત્રીસ વર્ષની થઇ ત્યાં સુધી મારે શું કરવું તે સમજાતું નથી. પરંતુ આ સમયે તે એકદમ શ્યોર હતી.

 

View this post on Instagram

 

A post shared by Naomi Campbell (@naomi) 

જોકે નાઓમીએ ઇન્ટરવ્યૂ દરમિયાન તે જાહેર કર્યું ન હતું, કે પુત્રીને જન્મ ક્યારે આપ્યો છે, પરંતુ એ જરૂર જણાવ્યું કે, પુત્રીનો જન્મ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Naomi Campbell (@naomi)

ઇન્ટરવ્યુ દરમિયાન નાઓમીએ પોતાની પુત્રી વિશે વધુ જણાવ્યુ ન હતું, પરંતુ તેણે કહ્યું હતું કે પહેલા તેણે નક્કી કર્યું હતું કે તેણે કુંવારા રહેવું જોઈએ, પરંતુ બાદમાં તેણે આઈવીએફ તકનીક દ્વારા માતા બનવાનું નક્કી કર્યું હતું. ખરેખર, આ પહેલા, નાઓમીએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોસ્ટ શેર કરીને તેના ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર, એક માતા તરીકે, હું ખૂબ વિનમ્ર બની ગઈ છું.