તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં કહેર વરસાવ્યો છે. જેના પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ચક્રવાતથી રાજ્યમાં અનેક લોકોનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે. સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રાટકેલી આ કુદરતી હોનારતનાં કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કરવા ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે એરફોર્સના હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ શરું કર્યું છે.
જુઓ અહીં તસવીરો




પીએમ મોદી અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં વાવાઝોડાને લઈને થયેલી નુકસાનીનું હવાઈન નિરીક્ષણ.

PM મોદી વાવાઝોડાના પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યાં છે. તે દરમિયાનની આ તસવીર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે.





