Not Set/ શું તમે ફેસબુક વાપરો છો ? જો હા, તો આ સમાચાર ખાસ વાંચજો

છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ફેસબુક ઉપર યથાવત છે. લોકોની આઈડી હેક થઈ છે.

Mantavya Exclusive

અમદાવાદીઓ સાવધાન, ફેસબુક આઈડી થઈ રહી છે હેક.

અમદાવાદમા અનેક લોકોની ફેસબુક આઈડી થઈ હેક.

શું તમે ફેસબુક વાપરો છો ? જો હા, તો આ સમાચાર ખાસ વાંચજો. સમગ્ર ભારતની તો નહિ ફકત જો અમદાવાદની જો વાત કરીએ તો છેલ્લા એકાદ મહિનાથી અમદાવાદમાં વસતા લોકોની ફેસબુક આઈડી હેક થઈ રહી છે. ભેજાબાજ હેકરો દ્વારા નિર્દોષ અને ભોળી ભાળી પ્રજાની આઈડી હેક કર્યા બાદ તેમના જ નામની આઇડીથી બીજા લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં રૂપિયાની માગણી કરતાં મેસેજ સેન્ડ થઈ રહ્યા છે. આવા મેસેજ વાંચ્યા બાદ ઘણા લોકોએ રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. જેમને પાછળથી ખ્યાલ આવ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેનો અનુભવ થઈ જતાં તેમને પાછળથી પસતાવાનો વારો આવ્યો હતો.

અમદાવાદના ઘણા બધા નામાંકીત લોકોની ફેસબુક આઈડી હેક થઈ હતી. જેમાંથી અમદાવાદના સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સરકારી વકીલ વિજય સિંહ ચાવડા , તેમજ ખાનગી ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે કામ કરતા યોગેશ પટેલ તેમજ ખાનગી ન્યુઝ પેપરના તંત્રી સદ્દામ સૈયદ તેમજ અન્ય એક વ્યક્તિમાં અંકિત ગાંધીની પણ ફેસબુક આઈડી હેક થઈ હતી. આ તમામ આઇ ડી ઉપરથી અન્ય લોકોની પાસેથી રૂપિયાની માંગણી કરતો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેમાં થોડા રૂપિયાની જરૂર છે મોકલી આપો હું તમને પાછો પરત કરી દઈશ તેવી વિગતો સાથેનું મેસેજ અનેક લોકોને મોકલાયા હતા.

ઘણા લોકો આવા મેસેજ વાંચ્યા બાદ તેમણે મૂળ વ્યક્તિને ફોન કરીને જાણ કરી હતી. જે બાબતે મૂળ માલિકે રૂપિયા ટ્રાન્સફર ન કરવાનું કહેતા તેમણે આવા લોકોથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. એટલુજ નહિ , મૂળ વ્યકિતએ આ મામલે પોલીસને લેખિતમાં પણ જાણ કરી હતી.

આપને વધુમાં જણાવી દઈએ કે આ ષડ્યંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેના શિકાર બની ગયા છે. પોલીસ ઇન્સ્પેકટર એફ.એમ નાયબ તેમજ અન્ય એક ઉચ્ચ અધિકારીની પણ ફેસબુક આઈડી હેક થઈ હતી. જે મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

એટલુજ નહિ જો તાજેતરની વાત કરવામાં આવે તો બોલીવુડ એક્ટર રણવીર સિંહના નામની ફેક આઈડી બનાવીને છેતરપિંડી આંચરે એ પહેલાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આમ, પોલીસ પણ આ મામલે ખુબજ સક્રિય બની છે. અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે મસમોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ અપીલ કરાઈ છે કે આવી કોઈ ઘટના બને તો તેને સામાન્ય ગણવી નહિ પોલીસનો સંપર્ક કરવો. જેથી આવા ભેજા ભાજ ઈસમો ઝડપથી પકડાઈ શકે અને તેમના વિરુદ્ધમાં ઝડપથી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ શકે.

આમ, છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ફેસબુક ઉપર યથાવત છે. લોકોની આઈડી હેક થઈ છે.રહી  જેનો દૂર ઉપયોગ પણ કરાય રહ્યો છે. પોલીસ ફાઇલના તરફથી આપ સોને વિનતી છે કે ફેસબુક ઉપર આવતા મેસેજ તેમજ ફ્રેન્ડ રિકવેસ્ટ સામે સાવધાન રહો, જો કોઈ તમારી પાસેથી પૈસાની માંગણી કરે તો તેનો જવાબ આપવાનું ટાળો, એટલુજ નહિ જો તમને એવું લાગે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તરંત જ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કરવો.