પ્રલય/ જાણો શું છે “ડૂમ્સ ડે”નો અર્થ, જેણે વૈજ્ઞાનિકોની વધારી દીધી છે ચિંતા

એન્ટાર્કટિકાના થ્વેટ્સ ગ્લેશિયરને ડૂમ્સ ડી ગ્લેશિયર પણ કહેવામાં આવે છે. તેનો અર્થ ડૂમ્સડે ગ્લેશિયર. આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ આ ગ્લેશિયરના પીગળવા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેણે ભારે વિનાશ લાવ્યો હતો. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે ધાર્યા કરતા વધુ ઝડપથી પીગળી રહ્યો છે.

Mantavya Exclusive
ડૂમ્સ
  • ડૂમ્સ સે : દરિયાની સપાટી 3 ફૂટ વધી શકે
  • થ્વાઇટ્સ ગ્લેશિયર ખરેખર ચિંતાનું કારણ
  • ગ્લેશિયરની પીગળવાની ઝડપ 5500 વર્ષમાં સૌથી વધુ
  • બ્રિટિશ સંશોધકોના સ્ટડીનું ચિંતાજનક તારણ
  • એન્ટાર્કટિકાના ડૂમ્સ-ડે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે
  • ત્રણ-ચાર શહેરો સમાઈ જાય તેટલી મોટી છે હિમશિલા

‘ડૂમ્સ ડે’નો અર્થ છે અંતિમ દિવસ. જળવાયુ પરિવર્તનને કારણે આ ગ્લેશિયર ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઓગળી રહ્યું છે. એન્ટાર્કટિકામાં વિનાશ લાવનાર ગ્લેશિયરના પીગળવાનો દર બ્રિટનના કદ જેટલો વધ્યો, જો તે પીગળે તો ‘મહા વિનાશ’ જુઓ વિશેષ અહેવાલ

એન્ટાર્કટિકાના ‘ડૂમ્સ ડે ગ્લેશિયર’ના પીગળવાથી વિશ્વના દરિયાઈ સ્તરમાં મોટો વધારો થઈ શકે છે. આ ગ્લેશિયરનું નામ તેના ઝડપી પીગળવાના કારણે પડ્યું છે, જેનો અર્થ છે પ્રલય. તેનું મૂળ નામ થ્વાઈટ્સ ગ્લેશિયર છે. હવે વૈજ્ઞાનિકો ચિંતિત છે કે, તેના ગલનનો દર અપેક્ષા કરતા વધુ ઝડપી હોઈ શકે છે, જે દરિયાની સપાટીમાં મોટો ફેરફાર તરફ દોરી જશે. એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર (ડૂમ્સડે ગ્લેશિયર) દરિયાની સપાટીને કેટલાક ફૂટ સુધી વધારવામાં સક્ષમ છે. તેનું કદ બ્રિટન જેટલું છે. આવી ચિંતાઓ વચ્ચે પૃથ્વીના વધતા તાપમાનના કારણે આ ગ્લેશિયર સમુદ્રની નીચેથી ઉપર સુધી પીગળી રહ્યો છે.

Faster in the Past: New seafloor images – the | EurekAlert!

અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ ગ્લેશિયરનું ઐતિહાસિક મેપિંગ કર્યું છે, તે જાણવા માટે કે ગ્લેશિયર ભવિષ્યમાં કેવું હશે. આમાં તેણે જોયું કે, બે સદીમાં ગ્લેશિયરનો આધાર સમુદ્રથી અલગ થઈ ગયો. ત્યારથી તે દર વર્ષે 2.1 કિમીના દરે પીગળી રહ્યું છે. પાછલા દાયકામાં વૈજ્ઞાનિકોએ નિહાળેલા દર કરતાં આ બમણા કરતાં વધુ છે.

આ સંશોધનના મુખ્ય લેખક અને યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના દરિયાઈ ભૂ-ભૌતિકશાસ્ત્રી એલિસ્ટર ગ્રેહામે જણાવ્યું હતું કે, 20મી સદીના મધ્યમાં આ ગ્લેશિયર ઝડપથી અદૃશ્ય થઈ ગયો. પરંતુ ભવિષ્યમાં આ ગ્લેશિયર વધુ ઝડપથી પીગળવાની સંભાવના છે. જો આ ગ્લેશિયર સંપૂર્ણપણે પીગળી જાય તો એક અંદાજ મુજબ દરિયાની સપાટીમાં ત્રણ ફૂટ સુધીનો વધારો શક્ય છે. આના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સાથે જોડાયેલા દેશોને મોટું નુકસાન થશે. જો નુકસાન વિશે વાત કરીએ તો સમજી શકાય છે કે, છેલ્લા ત્રણ દાયકામાં સમુદ્રનું સ્તર એક ફૂટથી પણ ઓછું વધ્યું છે અને આ પરિવર્તનને કારણે વિશ્વના ઘણા વિસ્તારોમાં ભારે પૂર જોવા મળ્યા છે. જો આ ગ્લેશિયર સંપૂર્ણપણે પીગળી જાય છે, તો આપણે સમુદ્રની સીમા ફરીથી દોરવી પડી શકે છે.

आर्कटिक में ग्लेशियर पिघलने से तेजी से हो रहा है मीथेन का रिसाव | Melting of ice sheets Arctic rapidly increase methane in environment study Viks – News18 हिंदी

રોબર્ટ લાર્ટરે, દરિયાઈ ભૂ-ભૌતિકશાસ્ત્રી અને બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના અભ્યાસના સહ-લેખકે, જણાવ્યું હતું કે થ્વાઇટ્સ ગ્લેશિયર ખરેખર ચિંતાનું કારણ છે અને આવનારા ભવિષ્યમાં ટૂંકા ગાળામાં મોટા પાયે ફેરફારો જોવા મળી શકે છે. તેની અસર આવતા વર્ષે જ જોવા મળશે. એલિસ્ટર ગ્રેહામે જણાવ્યું હતું કે, તારણો પહેલાની ધારણાઓથી વિરોધાભાસી છે કે એન્ટાર્કટિક બરફની ચાદર ધીમે ધીમે પીગળી જશે. સમયના સચોટ અંદાજ માટે ટીમ આગામી સમયમાં કાંપના નમૂના લેશે.

પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેની અસર સદીઓથી અખંડ રહેલા એન્ટાર્કટિકાના બરફ પર પણ પડી છે. છેલ્લાં ૫૫૦૦ વર્ષથી ન પીગળેલી એન્ટાર્કટિકાની હિમશીલાઓ ઝડપભેર પીગળી રહી છે. તેના કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રની જળસપાટી ધાર્યા કરતાં વધારે ઊંચી આવી શકે છે.

2021 Saw Record Sea Levels And Ocean Warming And 'Huge Swings' in Antarctic Sea Ice, Latest Climate Report Confirms - TechCodex

આંતરરાષ્ટ્રીય થ્વાઈટ્સ ગ્લેશિયરના ડેટાનો અભ્યાસ કરીને બ્રિટિશ સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે એન્ટાર્કટિકાનો  બરફ સાડા પાંચ હજાર વર્ષોમાં જેટલો પીગળ્યો ન હતો એટલો હવે પીગળી રહ્યો છે. આ સંશોધનના સહલેખક ઈમ્પિયરલ કોલેજના વિજ્ઞાાની ડૉ. ડાયલન રૃડે કહ્યું હતું કે છેલ્લી ઘણી સદીથી એન્ટાર્કટિકાના ગ્લેશિયર સ્થિર રહ્યા હતા. આ હિમશીલાઓ ખાસ પીગળતી ન હતી, જેમ હતી એમ જ રહી હતી. પરંતુ હવે છેલ્લાં થોડાંક દશકાથી પૃથ્વીનું તાપમાન વધ્યું હોવાથી હિમશીલાઓ પીગળી રહી  છે.

આ વિજ્ઞાાનીના કહેવા પ્રમાણે એન્ટાર્કટિકામાં પશ્વિમી આઈસ શીટમાં થ્વાઈટ્સ અને પાઈન આઈર્લેન્ડ ગ્લેશિયર છે. આ બંને ખૂબ જ વિશાળ છે. એટલે તેને ડૂમ્સ ડે ગ્લેશિયર નામ આપવામાં આવ્યું છે. જો એ પીગળે તો પૃથ્વીમાં નક્કી મહાપ્રલય આવી શકે છે. પશ્વિમ એન્ટાર્કટિક આઈસ શીટ પૃથ્વીની ગરમીના કારણે તૂટી રહી છે. જો એ પીગળતી રહેશે તો ભવિષ્ય માટે ખતરો સર્જાશે. તેનાથી સમુદ્રની સપાટી ધારણાં કરતા ત્રણ-ચાર ટકા વધી શકે છે. જે ગતિથી ગ્લેશિયલ પીગળે છે એ જોતાં જે ૫૫૦૦ વર્ષોમાં ન થયું એ એક-બે સદીમાં થઈ જશે.

સંશોધનમાં નોંધ કરવામાં આવી હતી કે પૃથ્વીનું તાપમાન અંકુશમાં નહીં આવે તો ગ્લેશિયર પીગળવાની ઝડપ હજુય વધશે. પૃથ્વીનું તાપમાન ગ્લોબલ વોર્મિંગના કારણે સતત વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ પાછળ કાર્બન ઉત્સર્જન ઘણાં પૈકી મુખ્ય જવાબદાર પરિબળ છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સલાહ સંશોધકોની ટીમે આપી હતી.

MELT - Twitter Search / Twitter

જો તે પીગળે છે, તો દરિયાની સપાટી નાટકીય રીતે બદલાશે. એન્ટાર્કટિકા બરફના બે ભાગમાં વહેંચાયેલું છે. આમાંથી એકને ઈસ્ટર્ન આઈસ શીટ અને વેસ્ટર્ન શીટ કહેવાય છે.

થ્વાઇટ્સ અને પાઈન આઇલેન્ડ ગ્લેશિયર્સ એન્ટાર્કટિકની પશ્ચિમી બરફની ચાદરમાં છે. થ્વાઈટ્સ ઝડપથી ઓગળવાને કારણે તેને ડૂમ્સડે નામ આપવામાં આવ્યું છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બંને ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. બંને ગ્લેશિયરના વિશાળ કદને જોતા એવું માનવામાં આવે છે કે જો તે પીગળી જશે તો વિશ્વમાં દરિયાની સપાટીમાં વધારો થશે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગ્લેશિયરની નીચે ગરમ પાણીનું વહેણ ચાલુ છે. વાસ્તવમાં આ ગ્લેશિયર ઘણાં વર્ષોથી ઓગળી રહ્યું છે. તેનો આકાર 1.9 સ્ક્વેર કિલોમીટરનો છે. આ ગ્લેશિયરના ઓગળવાને કારણે દર વર્ષે દુનિયાના સમુદ્ર તળના સ્તરમાં 4 ટકાની વૃદ્ધિ થાય છે. અનુમાન છે કે ગ્લેશિયર 200-900 વર્ષમાં સમુદ્રમાં સંપૂર્ણપણે ઓગળી જશે.

Frozen Planet II - Filming locations, wildlife and behind the scenes secrets - Media Centre

2019ના એક અભ્યાસમાં જાણવા મળ્યુ હતું કે, કૈવિટી સતત વધી રહી છે. બરફના ગોળામાં ગરમ પાણી પહોંચવાને કારણે તેમાં કાણાં પડી જાય છે. કેવિટીનો આ વિસ્તાર મૈનહટનના બે-ત્રૃતિયાંશ ક્ષેત્રના બરાબર છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગ્લેશિયરની નીચે ગરમ પાણી ઉપલબ્ધ છે જેના કારણે ગ્લેશિયરમાં કેવિટી વધી રહી છે.

ઇમ્પીરીયલ કોલેજ લંડનના પૃથ્વી વૈજ્ઞાનિક અને અભ્યાસના સહ-લેખક ડાયલન રુડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી કેટલીક સદીઓથી ગ્લેશિયરનું પીગળવું સ્થિર છે. પરંતુ હાલમાં તેમના ગલનનો દર ઝડપથી વધી રહ્યો છે. રુડ આગળ સમજાવે છે, ‘બરફના ગલનનો વધતો દર સૂચવે છે કે પૃથ્વીની ગરમીને કારણે પશ્ચિમ એન્ટાર્કટિક બરફની ચાદરની ધમનીઓ તૂટી રહી છે. દરિયાની સપાટી ઝડપથી વધી રહી છે જે ભવિષ્ય માટે શુભ સંકેત આપશે નહીં.

Travelling To The North Pole | Swoop Arctic

રુડે વધુમાં જણાવ્યું હતું કે બહુ મોડું થાય તે પહેલાં અમારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જે ઝડપે આ ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, તે મુજબ આગામી કેટલીક સદીઓમાં વિશ્વની સમુદ્ર સપાટી 3.4 મીટર વધી જશે. જો કે આ બંને ગ્લેશિયર્સ હજુ પણ સમુદ્રની સપાટીના વધારામાં તેમની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઈન્ટરનેશનલ થ્વાઈટ્સ ગ્લેશિયર કોલાબોરેશનના ડેટા અનુસાર આ બે ગ્લેશિયર્સ હાલમાં વિશ્વના વધતા દરિયાઈ સ્તરના 4 ટકા માટે જવાબદાર છે.

આ પણ વાંચો:માસ્ક ઉતાર્યા વિના પીધું ચરણામૃત, જાણો કોણ છે આ મહાન CM

આ પણ વાંચો:દેશની પ્રથમ નોઝલ વેક્સિનને મંજૂર, ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ પણ વાંચો:યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા