Year Ender 2022/ વર્ષ 2022માં આ બોલિવૂડ સેલિબ્રિટીએ દુનિયાને કહ્યું અલવિદા, અહીં જુઓ સંપૂર્ણ યાદી

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર અને બપ્પી લાહિરી પણ સામેલ છે. તો ચાલો એક નજર કરીએ તે સ્ટાર્સ પર જેમણે વર્ષ 2022 માં આ દુનિયા છોડી દીધી.

Trending Photo Gallery

વર્ષ 2022 પૂરા થવાના આરે છે, નવા વર્ષની શરૂઆત થોડા દિવસોમાં થશે. નવા વર્ષમાં લોકો ફરી પોતાના વ્યસ્ત જીવનમાં વ્યસ્ત થઈ જશે, પરંતુ વર્ષ 2022 સાથે ઘણી અમૂલ્ય યાદો જોડાયેલી છે. તો વર્ષ 2022માં કેટલીક દુઃખદ ઘટનાઓ પણ બની છે. આ વર્ષે બોલિવૂડની ઘણી હસ્તીઓનું પણ નિધન થયું છે. જેમાં અનેક સેલિબ્રિટીઓએ પણ દુનિયાને અલવિદા કહીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. જેમાં પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર અને બપ્પી લાહિરી પણ સામેલ છે. તો ચાલો એક નજર કરીએ તે સ્ટાર્સ પર જેમણે વર્ષ 2022 માં આ દુનિયા છોડી દીધી.

વિક્રમ ગોખલે

બોલિવૂડ અને મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 26 નવેમ્બરના રોજ નિધન થયું હતું. હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Year Ender 2022

તબસ્સુમ

અભિનેત્રી તબસ્સુમનું 18 નવેમ્બર 2022ના રોજ અવસાન થયું હતું. તેમણે 78 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે દુનિયાને અલવિદા કહી દીધું.

Year Ender 2022

સુનીલ શેંડે

હિન્દી અને મરાઠી ફિલ્મ અભિનેતા સુનીલ શેંડેનું 14 નવેમ્બરે નિધન થયું હતું. તેમણે 75 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.

Year Ender 2022

સિદ્ધાંત વીર સૂર્યવંશી

ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીએ 46 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. 11 નવેમ્બરે તેનું અવસાન થયું હતું.

Year Ender 2022

અરુણ બાલી

બોલિવૂડ એક્ટર અરુણ બાલીનું 7 ઓક્ટોબરે ન્યુરોમસ્ક્યુલર ડિસીઝના કારણે નિધન થયું હતું.

Year Ender 2022

રાજુ શ્રીવાસ્તવ

પ્રખ્યાત હાસ્ય કલાકાર, અભિનેતા અને રાજકારણી રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બર 2022 ના રોજ અવસાન થયું હતું.

દીપેશ ભાન

ટેલિવિઝન અભિનેતા દિપેશ ભાનનું 23 જુલાઈના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમણે 41 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

કેકે

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકેનું 31 મેના રોજ કોલકાતામાં નિધન થયું હતું.

Singer KK Passed Away

પંડિત શિવકુમાર શર્મા

શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માનું 10 મેના રોજ અવસાન થયું. તેમણે 84 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

બપ્પી લહેરી

પ્રખ્યાત ગાયક અને સંગીત નિર્દેશક બપ્પી લાહિરીનું 15 ફેબ્રુઆરીએ 69 વર્ષની વયે નિધન થયું હતું.

Birthday Special: Bappi Lahiri became Bollywood's first rockstar

રવિ ટંડન

અભિનેત્રી રવિના ટંડનના પિતા અને ફિલ્મ નિર્માતા રવિ ટંડનનું 11 ફેબ્રુઆરીએ નિધન થયું હતું.

લતા મંગેશકર

સ્વર કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. તેમણે 92 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું.

રમેશ દેવ

હિન્દી અને મરાઠી ફિલ્મ સિનેમાના પ્રખ્યાત અભિનેતા રમેશ દેવનું 2 ફેબ્રુઆરીએ 93 વર્ષની વયે અવસાન થયું હતું.

Ramesh Dev

અરુણ વર્મા

અભિનેતા અરુણ વર્માનું 20 જાન્યુઆરીએ નિધન થયું હતું.

આ પણ વાંચો:ઉધરસ ખાતા જ મહિલાના તૂટ્યા 4 હાડકાં, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

આ પણ વાંચો: આદિત્ય ઠાકરે પર સકંજો કસાશેઃ દિશા સાલિયાન હત્યા કેસ ફરીથી ખૂલશે

આ પણ વાંચો:ભાવનગરમાં ચીનથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્ર દોડતું થયું