- ભાવનગરમાં એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ
- ચીનથી આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ
- મનપાના રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- પરીક્ષણ માટે યુવકનો રિપોર્ટ મોકલાયો ગાંધીનગર
- રિપોર્ટના પરીક્ષણ બાદ વેરિયન્ટનો આવશે ખ્યાલ
ગુજરાતમાં એક પછી એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. હાલ ભાવનગરથી પોઝિટીવ કેસ સામે આવ્યો છે.ભાવનગરના સિહોરમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જે કોરોના પોઝિટિવ યુવકનો ભાઇ છે. હાલ પરિવારજનોને સતર્કતા રાખવા માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. તેમજ પોઝિટીવ યુવકના રિપોર્ટને BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. તેથી હવે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પોઝિટીવ યુવક કયા વેરિયન્ટનો ભોગ બનેલો છે.
વિશ્વભરમાં કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. જેમાં કોરોના પર ભાર મુકાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના ગાઇડલાઈનમાં કોઈ ચૂક ન રહે તે માટે સુચના આપી. હવે વિદેશી પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે. આજ સાંજ સુધીમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. તો જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડલાઈનનું પાલન પણ ફરજીયાત બની શકે છે. હાલ દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે.અમદાવાદની તમામ હોસ્પિટલોમાં દવા સહિતની જરૂરી સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. કોરોના વોર્ડના અને 1200 બેડ બિલ્ડિંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સાથે જ હોસ્પિટલોમાં સ્ટાફ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોનાથી ચીનમાં હાહાકાર, શું ભારતમાં આવનારી કનેક્ટિંગ ફ્લાઈટ પર લાગશે પ્રતિબંધ? જાણો શું છે પ્લાન
આ પણ વાંચો:ભારત કોરોનાને કઈ રીતે હરાવશે? મનસુખ માંડવિયાએ આપ્યા મંત્રો
આ પણ વાંચો: ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં વિખવાદ, વરિષ્ઠ નેતાઓ પર ઉઠી આંગળીઓ
