ગાંધીનગર
રાજ્યમાં દિવસેને દિવસે ગુનાઓના પ્રમાણનો ગ્રાફ વધતતો જાય છે. જેમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ તો રોજે સામે આવે છે, જેમાં કેટલાક રીઢા ગુનેગારો ઓછી સજા મળવાને કારણે ગમે ત્યારે જેલમાંથી બહાર નીકળીને ફરી આવી ગુનાહિત પ્રવુતિઓમાં લાગી જાય છે, પરંતુ હવે સરકારે ચેઇન સ્નેચિંગન ઘટનાઓને ધ્યાનમાં લઇને મોટો નિર્ણય કર્યો છે.
ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગન ઘટનાઓને લઇ પ્રદીપ સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદીપ સિંહે જણાવ્યુ હતુ કે, હાલના કાયદામાં 3 વર્ષથી ઓછી હતી. આવા કેસોમાં જામીન પણ મળતા હતા. હવે 5 વર્ષ થી 10 વર્ષની સજા થશે. કેબિનેટમાં આ અંગે નિર્ણય લેવાયો છે. તેની મંજૂરી માટે રાજ્યપાલને મોકલી અપાયો ,ત્યારે હવે 2 દિવસમાં જાહેરનામું બહાર પડવામાં આવશે.
પ્રદીપ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, દબાણ ઝુંબેશમાં લોકોનો સારો સહકાર મળ્યો છે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના DGP શિવાનંદ ઝા પણ હાજર રહ્યા હતા.
