મુંબઈ
ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની ટીમને બુલ્ગારીયામાં તેમના સેટ્સ પર 5 સપ્ટેમ્બરે બે સ્પેશિયલ ગેસ્ટનું સ્વાગત કરવાની તક મળી હતી. જણાવીએ કે જ્યાં આ મૂવીનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાં સોફિયાના એક સ્ટુડિયોમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને બુલ્ગારીયાના રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ પહોંચ્યા હતા.
બંને દેશોના રાષ્ટ્રપતિએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી અને ફિલ્મના ક્રુ સાથે મુલાકાત કરી હતી. આ મોકા પર ફિલ્મની ટીમે સાથે બંને રાષ્ટ્રપતિએ સિનેમા, ભારત અને બુલ્ગારીયાના સાંસ્કૃતિક સંબંધો પર વાતચીત કરી હતી. આ સમય દરમિયાનની ફોટો ભારતના રાષ્ટ્રપતિએ તેમના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો.
આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે રણબીર,આલિયા અને અયાન રાષ્ટ્રપતિની વાતો સાંભળી રહ્યા છે. એક ફોટામાં તમે જોઈ શકો છો કે રણબીર બંને રાષ્ટ્રપતિનું કઈ રીતે સ્વાગત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ હાલ 3 યુરોપીય દેશો સાઈપ્રસ, બુલ્ગારીયા અને ચેક રિપબ્લિકની 8 દિવસની યાત્રા પર છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મોની રોય પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આગામી વર્ષે સ્વતંત્રતા દિવસ પર રિલીઝ કરવામાં આવશે.
