Not Set/ લોટરીની ટીકીટ ખરીદવા મિત્ર પાસેથી ઉધાર લીધા હતા ૨૦૦ રૂપિયા, મજૂર રાતોરાત બની ગયો કરોડપતિ

ચંડીગઢ એવું કહેવાય છે ને કે  ‘ દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે ‘ આ કહેવત એક વાર ફરીથી પંજાબ રાજ્યમાં સાચી પુવાર થઇ છે. પંજાબ  રાજ્યના એક મજુરને દોઢ કરોડની લોટરી લાગી છે. આ મજુરને લોટરી લાગી છે તેના કરતા  પણ વધારે હેરાન કરવાવાળી વાત તો એ છે કે આ મજુર પાસે […]

India Trending

ચંડીગઢ

એવું કહેવાય છે ને કે  ‘ દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે ‘ આ કહેવત એક વાર ફરીથી પંજાબ રાજ્યમાં સાચી પુવાર થઇ છે. પંજાબ  રાજ્યના એક મજુરને દોઢ કરોડની લોટરી લાગી છે. આ મજુરને લોટરી લાગી છે તેના કરતા  પણ વધારે હેરાન કરવાવાળી વાત તો એ છે કે આ મજુર પાસે લોટરીની ટીકીટ લેવા માટેના પણ રૂપિયા નહતા. મજૂરે આ  રૂપિયા તેના મિત્ર પાસેથી  ઉધાર લીધા હતા. મજુરની આટલી મોટી કિંમતનું ઇનામ જીતવાની વાત આખા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગઈ છે. પહેલા તો લોકોને અ વાત પર વિશ્વાસ નહતો થઇ રહ્યો પણ સાચી વાત જાણીને તેઓ ચોંકી ગયા હતા.

મીડિયાના રીપોર્ટ પ્રમાણે પંજાબના સંગરુર જીલ્લમાં મનોજકુમાર નામનો મજુર રોજ મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મનોજ ભલે ગરીબ છે, પણ તે નાનપણથી પૈસાદાર બનવાના સપના જોતો હતો, ફિલ્મો જોઇને તેને લાગવા લાગેલું કે પોતે પણ ભવિષ્યમાં લોટરીની ટીકીટ ખરીદીને અમીર બની શકે છે. મનોજ આ વાતને ધ્યાનમાં રાખીને ઘણા લાંબા સમયથી લોટરીની ટીકીટ ખરીદતો હતો. થોડા દિવસ અગાઉ  તેને ખબર પડી કે પંજાબ રાજ્ય રાખી બમ્પર ૨૦૧૮ની પ્રતિયોગિતાનું આયોજન કરી રહી છે. આ ખબર સાંભળીને તેને નક્કી કરી લીધું હતું કે ગમે તે પરિસ્થિતિમાં તે લોટરીની ટીકીટ ખરીદશે.

Image result for 2000 rs note india

મનોજે લોટરીની ટીકીટ તો ખરીદવાનું વિકારી લીધું હતું પરંતુ તેની પાસે ટીકીટ ખરીદી શકાય તેટલા રૂપિયા નહતા આથી તેણે  તેનું મન બનાવી લીધું કે તે ટીકીટ નહિ ખરીદે. પરંતુ મનની ઉત્સુકતાને લીધે તે તે પોતાને રોકી ન શક્યો અને પોતાના એક મિત્ર પાસેથી ૨૦૦ રૂપિયા ઉધાર લીધા. ઉધાર લેતી વખતે મનોજને સપનામાં પણ વિચાર નહતો આવ્યો કે અ ટીકીટ તેને માલામાલ બનાવી દેશે.

જયારે પંજાબ રાજ્યના  રાખી બમ્પર ૨૦૧૮ની પ્રતિયોગીતાના વિજેતાની ટીકીટ નંબરને જાહેર કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ નંબર તો મનોજની ટીકીટનો છે. મનોજ આ ટીકીટથી દોઢ કરોડની કિંમત જીતી ચુક્યો છે.

પંજાબ રાજ્યના  રાખી બમ્પર ૨૦૧૮ પ્રતિયોગીતાના લોટરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બુધવારે મનોજ લોટરીના ડાયરેક્ટર ટીપીએસ ફૂલકાને મળ્યા અને પોતાની વાતને રજુ કરી. લોટરીના ડાયરેક્ટરે તેને આશ્વાશન આપ્યું હતું કે લોટરી જીત્યાની કિંમત તેમને જલ્દીથી આપવામાં આવશે. આ ડ્રો ના પરિણામની  જાહેરાત ૨૯ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.  મનોજ તેના મિત્રના ૨૦૦ રૂપિયાની લોટરીની ટીકીટથી રાતોરાત કરોડપતિ થઇ ગયો હતો.