Not Set/ ભાજપ-કોંગેસ સામે બાપુની હુંકાર, શું કહ્યું? જાણો માત્ર એક ક્લિક પર

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ મંગળવારે અમદાવાદના એનેક્સી સર્કિટ હાઉસ ખાત એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં બાપુએ ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા તેમજ જાહેરાત કરી હતી કે જન વિકલ્પની સરકાર આવશે તો પહેલીવાર વિધાનસભામાં વોટ આપી રહેલા યુવાઓને ૪ જી ફોન તેમજ ગૃહિણીઓને ઘરનું ઘર આપવાનો વાયદો કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને […]

India

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ મંગળવારે અમદાવાદના એનેક્સી સર્કિટ હાઉસ ખાત એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં બાપુએ ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા તેમજ જાહેરાત કરી હતી કે જન વિકલ્પની સરકાર આવશે તો પહેલીવાર વિધાનસભામાં વોટ આપી રહેલા યુવાઓને ૪ જી ફોન તેમજ ગૃહિણીઓને ઘરનું ઘર આપવાનો વાયદો કર્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે,

  • મે કહ્યું હતું કે હતુ કે હું પક્ષ છોડી રહ્યો છું પણ રાજનીતિ નહીં.
  • બીજેપી-કોંગ્રેસનું ફિક્સિંગ છે એનો પુરાવો રાજ્યસભાનું રિઝલ્ટ્સ છે.
  • જન વિકલ્પ મોર્ચામાં જોડાયો છુ અને મોર્ચાને મારૂં સમર્થન. તમે મુખ્યમંત્રી બનો એવી સર્વેમાં લોકોની ઇચ્છા.
  • અમેરિકન પ્રાઈમરી પોલિટિકલ સ્ટાઈલ અને પેટર્નથી ચાલશે જનવિકલ્પ.
  • નો નેગેટિવ કમ્પેઈન કરીશ, વ્યક્તિગત આક્ષેપો નહીં.
  • સરકાર અને પાર્ટીનો વિરોધ કરીશું.
  • લોકશાહી આડાપાટે ચાલી રહી છે, હું કોઈને કગરવાનો નથી, તમને લાગે તો આવો, હું વોટ માંગવા જવાનો નથી.
  • 20 વર્ષ પહેલા મે કહ્યું હતું કે પ્રજા મારી હાઇકમાન્ડ.
  • ત્રીજો વિકલ્પ દેશભરમાં છે. ભાજપ અને કોંગ્રેસ ભૂતકાળ થઇ જશે.
  • હાઇ કમાન્ડ કાર્યકરોનું પણ શોષણ કરે છે. જયારે જન વિકલ્પમાં પ્રજા હાઇકમાન્ડ હશે.
  • ભણેલા લોકોને કંઇક આપો, યુવાનોને નોકરી નહીં મળે તો અવડા રસ્તે ચડી જશે.
  • જન વિકલ્પ માં લોકોને ધરણા નહીં કરવા પડે, સૌથી વધારે હાલાકી OBC, SC, ST ને છે.
  • દુ:ખી લોકોની વાચા આપવાનું કામ કરશે જનવિકલ્પ.