લીગલ નોટિસ/ સલમાન ખાને રાધે ફિલ્મના નેગેટિવ રીવ્યુ મામલે કમાલખાન સામે માનહાનિનો દાવો કર્યો

કેઆરકેને રાધે રીવ્યુ પર લીગલ નોટિસ પાઠવવામાં આવી

Entertainment

સલમાન ખાનની ફિલ્મ રાધે ફિલ્મનું ક્રિટીક કરનાર કમાલ રાશિદ ખાન (કેઆરકે) વિરૂદ્વ સલમાન ખાને માનહાનિનો કેસ નોંધાવ્યો છે. સલમાનની ટીમે આ એકશન રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇના નેગેટિવ રીવ્યુ આપવા બદલ કેઆરકે સામે માનહાનિ કેસ નોંધાવ્યો છે.

આ વાતની જાણકારી કેઆરકે એ ટવીટના માધ્યમથી આપી હતી .કેઆરકે પોતાના ટવીટ પર લખ્યું છે કે હવે સલમાન ખાનની કોઇપણ ફિલ્મનો રિવ્યુ આપશે નહી તેની બાંયધરી આપી છે. અને વધુમાં તેમણે લખ્યું કે સલમાન ખાને એક સારી ફિલ્મ બનાવી જાેઇએ. નોધનીય છે કે એક ટવીટમાં કેઓરકે એ રાધે ફિલ્મની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાધે ફિલ્મમાં શું ખાસ છે તે ખબર જ નથી પડતી નથી.આ ફિલ્મ દુબઇમાં જોઇ હતી અને પહેલાે હાફ જોયા બાદ તેમણે ટવીટ કરીને રિવ્યુ આપ્યો હતો. કેઆરકેની આ વાત સલમાન ખાનની ટીમને પસંદ આવી ન હતી તેથી સલમાન લીગલ ટીમે કેઆરકેનેનોટિસ પાઠવી હતી.