Bollywood/ ભારતીય ટીમના આ ક્રિકેટર પાછળ પાગલ છે સાઉથની આ એક્ટ્રેસ

આ જ રીતે હવે બોલિવૂડની નહીં પણ સાઉથની એક અભિનેત્રી હવે એક ક્રિકેટરના પ્રેમમાં પડી ગઈ છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરતી આ અભિનેત્રીનું નામ રકુલ પ્રીત કૌર છે અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક ખેલાડી ઉપર પોતાનું દિલ દઈ ચૂકી છે.

Entertainment

ભારતીય ટીમન ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓ વચ્ચે ઇલુ ઇલુ હોવાની અનેકવાર ચર્ચાઓ ઉઠી ચુકી છે, જેમાં કેટલાક ક્રિકેટરો અને અભિનેત્રીઓ કાયમી સંબંધ માટે બંધાઈ જતા હોય છે, એમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ સૌથી ઉપર આવે છે.

આ જ રીતે હવે બોલિવૂડની નહીં પણ સાઉથની એક અભિનેત્રી હવે એક ક્રિકેટરના પ્રેમમાં પડી ગઈ છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરતી આ અભિનેત્રીનું નામ રકુલ પ્રીત કૌર છે અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક ખેલાડી ઉપર પોતાનું દિલ દઈ ચૂકી છે.

હકીકતમાં રકુલ પ્રીત કૌર જે ક્રિકેટરને પોતાનું દિલ દઈ બેઠી છે, તે ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યા ક્રિકેટ ટીમ ની અંદર ઉમદા બોલિંગની સાથે સાથે ઉમદા બેટિંગ પણ કરે છે રકુલ પ્રીત કૌર તેના આજ અંદાજના કારણે પોતાનું દિલ આ ક્રિકેટર ને લઇ બેઠી છે.

આ વાતનો ખુલાસો રકુલે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો, જેમાં તેણે આ વાત વિષય પુષ્ટિ કરી હતી કે હકીકતમાં તે હાર્દિક ને ખુબ પ્રેમ કરે છે. અને જો તેને મોકો મળે તો તે હાર્દિક સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. જો કે હાર્દિક પંડ્યા પહેલેથી જ વિવાહિત છે અને તે હાલમાં એક છોકરાનો પિતા પણ બન્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…