Entertainment News : બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની પર્સનલ લાઈફ અને પ્રેગ્નેન્સી (Pregnancy) ને લઈને ફરી એકવાર ભારે ચર્ચામાં આવી છે. હાલમાં જ તેણે પતિ રણવીર સિંહ અને દીકરી દુઆ સાથે આકર્ષક તસવીરો શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. પરંતુ તે જ સમયે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝના બેબી બમ્પ, શરીરના બદલાવ અને અગાઉની ‘ફેક પ્રેગ્નેન્સી’ (Fake pregnancy) ના ટ્રોલિંગ પર સવાલ ઉઠાવતી એક ખાસ વાયરલ પોસ્ટ સામે આવી છે, જેને દીપિકાએ પોતે લાઈક કરીને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે.
Deepika Padukone : અર્શિયા મૂરજાનીની પોસ્ટ અને દીપિકાનું સમર્થન
કન્ટેન્ટ ક્રિએટર અર્શિયા મૂરજાનીએ એક વિગતવાર પોસ્ટ શેર કરીને ગર્ભવતી મહિલાઓના શરીર અને બેબી બમ્પ પર થતી ટીકાઓ સામે આકરા સવાલો કર્યા હતા.શરીર પર વિવાદ અયોગ્ય: કોઈ પણ મહિલા (Woman) ના શરીર કે પ્રેગ્નેન્સી પર શંકા કરવી કે તેને નકલી ગણાવવી એ અત્યંત ખોટી માનસિકતા છે.દીપિકાએ કોઈ પણ સત્તાવાર નિવેદન આપ્યા વિના આ ભાવનાત્મક અને તાર્કિક પોસ્ટને લાઈક કરીને ટ્રોલ કરનારાઓને કડક સંદેશ આપ્યો છે.
લગ્નજીવન, પુત્રી દુઆ અને આગામી સુપરહિટ ફિલ્મો
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 6 વર્ષના ડેટિંગ બાદ 2018 માં લગ્ન કર્યા હતા અને તેમની પુત્રી દુઆ તાજેતરમાં જ 2 વર્ષની થઈ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન સાથેની આ મચ-અવેટેડ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથેની રાકા ફિલ્મ પણ ડિસેમ્બર મહિનામાં જ સિલ્વર સ્ક્રીન પર ધમાકો કરવા તૈયાર છે.
આ પણ વાંચો :કિયારા-સિદ્ધાર્થથી પરિણીતિ-રાઘવ સુધી, AIએ બતાવ્યો 80ના દાયકાનો રેટ્રો લુક
