Entertainment News : બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)સાથે જોડાયેલો એક અત્યંત અવિસ્મરણીય અને રમુજી કિસ્સો પોપ્યુલર ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 18) ના મંચ પર શેર કર્યો છે. આ ખાસ એપિસોડમાં પોતાની આગામી ફિલ્મ ‘હૈવાન’ (Haiwan) ના સહ-કલાકાર સૈફ અલી ખાન અને દિગ્દર્શક પ્રિયદર્શન સાથે પહોંચેલા અક્ષય કુમારે (Akshay Kumar) જૂની યાદો તાજી કરી હતી. આ કિસ્સો તે સમયનો છે જ્યારે અક્ષય કુમાર મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં રહેતા હતા અને બિગ બી તેમના ઘરે ખાસ મુલાકાતે આવ્યા હતા.
KBC 18 : અમિતાભ બચ્ચનને જોઈને ગભરાઈ ગયો ઘરનો નોકર
અક્ષય કુમારે KBC ના સ્ટેજ પર ખુલાસો કરતા જણાવ્યું કે અક્ષયના ઘરે અલ્હાબાદનો એક છોકરો કામ કરતો હતો. જ્યારે તેણે હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનને પોતાની સામે જોયા, ત્યારે તે ગભરાઈ ગયો.પાણી આપવા ગયેલા તે છોકરાનું ધ્યાન ન રહેતા તેણે ટ્રેમાં રહેલા ચારેય કાચના ગ્લાસ ભરેલું પાણી બિગ બીના સફેદ કુર્તા પર ઢોળી દીધું હતું.
અક્ષય કુમારે આપવો પડ્યો પોતાનો કુર્તો
બિગ બીનો આખો કુર્તો ભીંજાઈ જતાં અચાનક નવી મુશ્કેલી ઊભી થઈ હતી. અક્ષયે રમૂજી અંદાજમાં કહ્યું કે, “અમિતાભ સર ખૂબ જ ઊંચા છે, જેથી તેમને ફિટ આવી શકે તે માટે મારે મારો કુર્તો તેમને પહેરવા આપવો પડ્યો હતો.” આ કિસ્સો સાંભળીને સેટ પર હાજર સૈફ અલી ખાન, પ્રિયદર્શન અને દર્શકો ખડખડાટ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બંને દિગ્ગજોએ 2005 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ માં પિતા-પુત્રની સુપરહિટ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : પ્રિયંકા ચોપડાએ મેરી કોમને કર્યું ચિયર, Bigg Boss 20ના સ્પર્ધકોને આપી ચેતવણી
આ પણ વાંચો : India’s Got Latent 2ના એપિસોડ 6માં રાખી સાવંત અને અશ્નીર ગ્રોવર મચાવશે ધમાલ
આ પણ વાંચો : નાના પાટેકરની નવી દમદાર ફિલ્મ ‘ધ કન્ફેશન ઓફ મેરી’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રિમિયર
