Tech & Auto News : ટેક ગ્રાન્ટ એપ્પલ (Apple) એ વૈશ્વિક મંચ પર પોતાની નવી ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં અત્યાધુનિક iPhone 18 Pro લાઇનઅપ સાથે કંપનીનો સૌપ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘iPhone Duo’ લોન્ચ કરીને ટેક વર્લ્ડમાં ખળભળાટ મચાવી દીધો છે. આ નવી સીરિઝ એપ્પલની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી 2nm પ્રોસેસ પર બનેલી A20 Pro ચિપસેટ (6-કોર CPU અને 7-કોર GPU) તેમજ ઇન-હાઉસ C2 મોડેમ સાથે આવે છે. ગ્રાહકો માટે ભારતીય બજારમાં તમામ વેરિઅન્ટ્સની કિંમતો પણ જાહેર કરી દેવામાં આવી છે.
iPhone 18 Pro : પહેલો ફોલ્ડેબલ ‘iPhone Duo’ અને તેની કિંમત
એપ્પલે પોતાના આ અનોખા ફોલ્ડેબલ સ્માર્ટફોનને ‘ (Foldable smartphone) નાઈટ સ્કાય’ અને ‘સ્ટાર વ્હાઇટ’ રંગોમાં રજૂ કર્યો છે. ભારતમાં 256 GB માટે આ ફોનની પ્રારંભિક કિંમત 2,99,900 રાખવામાં આવી છે, જ્યારે તેનાં ઉચ્ચ વેરિઅન્ટ્સ (512 GB, 1 TB અને 2 TB) અનુક્રમે 3,24,900, 3,74,900 અને 4,49,900 સુધી પહોંચે છે. ભારતીય ગ્રાહકો 16 ઓક્ટોબરથી તેનો પ્રી-ઓર્ડર કરી શકશે, જ્યારે તેનું સત્તાવાર વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે.
iPhone 18 Pro અને Pro Max મોડેલ્સની વિગતો
ડીપ બ્લેક, ગ્લેશિયર, સિલ્વર અને બર્ગન્ડી કલર ઓપ્શન્સમાં આવતા આ ક્રોસ-ફ્લેગશિપ મોડેલ્સ માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી અને સત્તાવાર વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે
iPhone 18 Pro: 256 GB વેરિઅન્ટની શરૂઆતી કિંમત 1,64,900 છે, જ્યારે 512 GB (1,89,900), TB (2,39,900) અને 2TB વેરિઅન્ટ 3,14,900 ની કિંમતે મળશે.
iPhone 18 Pro Max: આ મોડેલની શરૂઆત 256 GB માટે 1,79,900 થી થાય છે. જ્યારે 512 GB (2,04,900), 1 TB (2,54,900) અને ટોપ 2 TB વેરિઅન્ટની કિંમત 3,29,900 નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો :iPhone 18 Pro Max ની લોન્ચિંગ પહેલાં વિગતો લીક! જાણો કેમેરા, બેટરી અને ફીચર્સ
આ પણ વાંચો :Jio ની ધમાકેદાર એનિવર્સરી ઓફર! જાણો OTT સહિત અનેક મોટા ફાયદા
આ પણ વાંચો :હવે લેપટોપ ફોલ્ડ નહીં પરંતુ રોલ થશે! Lenovo એ રજૂ કર્યું વિશ્વનું અનોખું Rollable Laptop
