Gujarat Assembly Monsoon Session Bills News: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે આજે બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. શરૂઆતના એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી યોજાશે. તેમાં પોલીસ, ગૃહ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો પર ચર્ચા થવાની છે. પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ ગૃહમાં ચાર મહત્વના સુધારા બિલ રજૂ કરવામાં આવશે. તેમાં GSTના નિયમોમાં ફેરફાર, જૂના જમીન વ્યવહારોને નિયમિત કરવાની જોગવાઈ, પશુધન આહાર અંગેના નિયમો તેમજ અનુદાનિત ખાનગી શાળાઓમાં ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્વના સુધારાનો સમાવેશ થાય છે.
GSTમાં વેપારીઓ અને નિકાસકારોને રાહત
GST સંબંધિત બિલમાં વેપારીઓ માટે અનેક મહત્વના ફેરફાર સૂચવવામાં આવ્યા છે. માલ વેચ્યા બાદ ગ્રાહકને ડિસ્કાઉન્ટ (Gujarat Assembly) આપવામાં આવે તો ક્રેડિટ નોટ દ્વારા તેની પ્રક્રિયા સરળ બનાવવાની જોગવાઈ છે. જોકે ગ્રાહકે ડિસ્કાઉન્ટના આધારે જેટલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધો હશે, તે મુજબ ITC પરત કરવાની પ્રક્રિયા રહેશે. પાત્ર કેસોમાં GST રિફંડની પ્રક્રિયા પણ ઝડપી બનાવવાની જોગવાઈ છે. આવા કિસ્સામાં દસ્તાવેજોની અંતિમ ચકાસણી પહેલાં 90 ટકા સુધીનું રિફંડ મળી શકે છે. ઉપરાંત, વિદેશમાં માલ મોકલનારા નિકાસકારો માટે રિફંડ મેળવવામાં આવતી ₹1,000ની ન્યૂનતમ મર્યાદા દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ખાનગી સ્કૂલોમાં ભરતી માટે નવા નિયમો
અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તથા બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી માટે રાજ્ય સરકારની અનામત નીતિ લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. લાયકાત અને ભરતી પ્રક્રિયા સરકારના નિયમો મુજબ નક્કી થશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી ભરતી માટે ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. કેટલાક ગંભીર ભંગમાં જેલ, દંડ(Gujarat Assembly) અથવા બંનેની જોગવાઈ પણ કરવામાં આવી છે. શાળા બંધ કરવાના નિયમોના ભંગ બદલ ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
જૂના જમીન વ્યવહારો નિયમિત કરવાની જોગવાઈ
જમીનના ટુકડા પડવા અને એકત્રીકરણ અંગેના કાયદામાં પણ મહત્વનો સુધારો કરવામાં આવી રહ્યો છે. 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 વચ્ચે કાયદાની જોગવાઈ(Gujarat Assembly) વિરુદ્ધ થયેલા ચોક્કસ જમીન ટ્રાન્સફર અથવા ભાગલાને નિયમિત કરવાની જોગવાઈ છે. આવા વ્યવહારો માટે દંડ અથવા પ્રીમિયમ વસૂલવામાં નહીં આવે. પેન્ડિંગ કાર્યવાહી અંગે પણ નવી જોગવાઈ મુજબ નિર્ણય લેવામાં આવશે.
પશુધન આહાર અંગે પણ નવું વિધેયક
આ ઉપરાંત ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ સાથે સંબંધિત વિધેયક પણ ગૃહમાં રજૂ થશે. પશુધન માટેના આહાર અને ખનિજ મિશ્રણની ગુણવત્તા તથા નિયમન સાથે જોડાયેલા મુદ્દાઓને તેમાં આવરી લેવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર? યુવા અને મહિલા ચહેરાઓને મળી શકે છે તક
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટો ફેરફાર, 8થી 9 જિલ્લા-શહેર પ્રમુખો બદલાશે?
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો બીજો દિવસ; આજે 4 મહત્વના બિલ રજૂ થશે
