Not Set/ ઓનલાઈન સેક્સ ટોયનો સ્ટોર ચલાવતા યુગલ પર ફિલ્મ બનાવશે માધુરી દીક્ષિત

મુંબઈ, ડર મોશન પિક્ચર્સે અભિનેત્રી માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ બકેટ લીસ્ટની સફળતા બાદ સેક્સ ટોયનો ઓનલાઈન સ્ટોર ચલાવતા એક યુગલના સફર પર આધારિત ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદ્યા છે. એક નિવેદન મુજબ, આ ફીલ્મ બાલાજી અને ઉતેના જીવન પર આધારિત છે. જે સેક્સ ટોય અને વયસ્કો માટેના ઉત્પાદનો વેચતા એક ઓનલાઈન ભારતીય પોર્ટલ લવટ્રીટસ શરુ […]

Trending Entertainment

મુંબઈ,

ડર મોશન પિક્ચર્સે અભિનેત્રી માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ બકેટ લીસ્ટની સફળતા બાદ સેક્સ ટોયનો ઓનલાઈન સ્ટોર ચલાવતા એક યુગલના સફર પર આધારિત ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદ્યા છે.

એક નિવેદન મુજબ, આ ફીલ્મ બાલાજી અને ઉતેના જીવન પર આધારિત છે. જે સેક્સ ટોય અને વયસ્કો માટેના ઉત્પાદનો વેચતા એક ઓનલાઈન ભારતીય પોર્ટલ લવટ્રીટસ શરુ કરવાની યોજના બનાવે છે.

ડર મોશન પિક્ચર્સના વિવેક રંગચારીએ કહ્યું કે લવટ્રીટસ મનોરંજક હોવાની સાથે, સેક્સને લઈને માનવીય અસુરક્ષાઓ, સહાનુભૂતિ તથા આ સમય દરમિયાન રહેલા સંઘર્ષને પણ પ્રદર્શિત કરે છે. ફિલ્મની સારી વાત એ છે કે આ સત્યને કાયમ રાખીને અમેઆપણી સંસ્કૃતિમાં સ્વીકાર કરવા યોગ્ય બનવવા માટે અમારી ટીમે ઘણી મહેનત અને કોશિશ કરી છે.

રંગચારીએ જણાવ્યું કે આ પારિવારિક મનોરંજક ફિલ્મ છે, જે એક ગંભીર મુદ્દો ઉઠાવે છે.