ગંભીરા બ્રિજ બાદ છોટાઉદેપુરમાં ઘણા જર્જરિત બ્રિજના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના!
પાદરા પાસે આવેલા 45 વર્ષ જૂના ‘ગંભીરા બ્રિજ’નો ભાગ તૂટી પડતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા કેટલાક વ્યક્તિઓનાં મોત થયા, અને કેટલાને ને બચાવી લેવામાં આવ્યા.
ઘટનાની ગંભીરતા એ છે કે આ તો માત્ર એક બ્રિજ છે… પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આવેલાં ઘણા જર્જરિત બ્રિજના કારણે મોટી દુર્ઘટનાની દહેસત ઊભી થઈ છે
પાવીજેતપુર, બોડેલી, સંખેડા અને છોટાઉદેપુરમાં ઓરસંગ, ભારજ અને મેરિયા નદીઓ પર આવેલા બ્રિજોના ફાઉન્ડેશન ખુલ્લા પડી ગયા છે, અને વર્ષોથી ચાલુ રેતી ખનનના કારણે આ બ્રિજ ખખડધજ બની ચૂક્યાં છે. વાહનચાલકો માટે આ બ્રિજ પરથી પસાર થવું જાણે ટાસ્ક પાર કરવા સમાન બની ગયું છે.
“રોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે.. કુદરતી નહીં પરંતુ તંત્રના પાપે માનવસર્જિત આપત્તિ સર્જાશે તેવુ વાહન ચાલકોનું માનવું છે
પાવિ જેતપુરના સીહોદના બ્રિજ તૂટવાની જૂની ઘટના યાદ અપાવે છે, અને ચોમાસાની ચાલુ હોવાથી ફરી કોઈ બ્રિજ તૂટી પડશે? એનો ભય લોકોને સતાવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે, સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ અને નવી ફોરલેન યોજનાઓની વાતો તો ચાલે છે, પણ હકીકતમાં જૂના જોખમી બ્રિજ બાજુમાં નવા ન બનતાં સુધી આ બ્રિજ પરથી પસાર થતા લોકોનો જીવ તાળવે ચોંટાયેલો રહે છે
બોડેલી ઓરસંગ નદી પરનો બ્રિજ, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મુખ્ય વાહનવહાર થાય છે, તે બ્રિજ 1991માં અડધો તૂટી ગયો હતો અને તેને ફક્ત અડધો બનાવી કામ ચલાવી લેવામાં આવ્યું હતું આજે પણ આ બ્રિજ પર વાહનવ્યવહાર ચાલુ છે રેતીના કાળાબજારથી સરકારને મળતી રોયલ્ટી એક તરફ છે, પણ સરકારી સંપત્તિ અને માનવને થતુ નુકસાન અનેક ગણું છે.
માર્ગ અને મકાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં ટોપ એજન્સીઓ દ્વારા બ્રિજનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવશે અને ફાઉન્ડેશન જર્જરિત બ્રિજ માટે રીસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવામાં આવશે. પરંતુ સ્થાનિકોની માંગ સ્પષ્ટ છે – ચોમાસું આવી ચૂક્યું છે… ત્યારે બ્રિજ ને તૂટવાની રાહ નહીં જોશો, વહેલી તકે સમારકામ શરૂ કરો.. અને બાજુમાં નવીન બ્રિજ બનાવો. તેવી લોકો માંગ કરી રહ્યા છે
સવાલ એ છે કે ભારજ નદી પરનો બ્રીજ અઢી વર્ષ જેટલો સમય થયો થોડા દિવસ અગાઉ સાડા ચાર કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન પણ તૂટી ગયો છે જિલ્લા વાસીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્રનો પાપે જિલ્લામાં હજુ કેટલી મુશ્કેલી…
આજે ગંભીરા બ્રિજ તૂટ્યો છે… કાલે બીજા કોઇ બ્રિજો તૂટે તેની રાહ શું જોવામાં આવી રહી છે?
સુલેમાન ખત્રી – મંતવ્ય ન્યુઝ – છોટાઉદેપુર
આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ, 1 વ્યક્તિ અને 1 પશુંનું મોત
આ પણ વાંચો:આજે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના
આ પણ વાંચો:ગરમીનું તાપમાન રહેશે ઊંચુ, કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે
