Ahmedabad News/ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય, કોન્ટ્રાક્ટરની કામગીરી શંકાના દાયરામાં!

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે (Ahmedabad Dholera Expressway) પર ધોળકા પાસે રિયાલિટી ચેકમાં નબળી કામગીરી સામે આવી છે. શરૂ થાય તે પહેલા જ રોડ પર ખાડાઓ પડતા કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠ્યા છે.

Gujarat Ahmedabad Top Stories
Ahmedabad Dholera Expressway Quality Issue

Ahmedabad Dholera Expressway Quality Issue: ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને કરોડોના ખર્ચે નવનિર્મિત થઈ રહેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Dholera Expressway) ની પોલ ખુલી ગઈ છે. આ હાઈવે હજુ તો પૂર્ણ રીતે શરૂ પણ નથી થયો ત્યાં જ રોડ પર મસમોટા ખાડાઓ અને ગાબડાઓ જોવા મળી રહ્યા છે. ધોળકા પાસેના રિયાલિટી ચેકમાં કોન્ટ્રાક્ટરની કામગીરી અને મટીરિયલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

Ahmedabad Dholera Expressway Quality Issue

Ahmedabad Dholera Expressway પર ઠેર-ઠેર ગાબડા

ધોળકાના ગોધનેશ્વર અને જલાલપુર ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસવે પર ઠેર-ઠેર ગાબડાઓ પડી ગયા છે. આ એક્સપ્રેસવે જેની પર વાહનો પૂરપાટ ઝડપે દોડવાના છે, ત્યાં શરૂઆતથી જ આવી નબળી કામગીરી જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું આ જનતાના ટેક્સના પૈસાની બરબાદી છે?

એક્સપ્રેસ હાઈવેને જોતા સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. રોડ બન્યાના અત્યંત ટૂંકા ગાળામાં જ ઠેર-ઠેર ગાબડા પડવાની ઘટના મટીરિયલની નબળી ગુણવત્તા પર ગંભીર શંકા ઉપજાવે છે. એક્સપ્રેસ રોડ પર વાહનોની ગતિ વધુ હોવાથી અચાનક આવતા આ ખાડાઓને કારણે ચાલકો નિયંત્રણ ગુમાવી શકે છે, જેનાથી ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આમ, હાઈવેની ખસ્તા હાલત મુસાફરોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરી રહી છે.

Ahmedabad Dholera Expressway Quality Issue

કોન્ટ્રાક્ટર સામે કડક પગલાંની માંગ

હાઈવે પર પડેલા આ ગાબડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સામાન્ય રીતે એક્સપ્રેસવે જેવા હાઈ પ્રોફાઈલ પ્રોજેક્ટમાં ગુણવત્તા સાથે સમજૂતી થવી જોઈએ નહીં, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ મામલે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપશે? કે પછી ભ્રષ્ટાચારના આ ગાબડાઓ પર થીગડા મારીને સંતોષ માની લેવામાં આવશે?


આ પણ વાંચો: તડકેશ્વરમાં રામ ધૂન ગાઈને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો: અમિત ચાવડા

આ પણ વાંચો: સુરતમાં આયુષ્માન કાર્ડમાં ભ્રષ્ટાચાર, રિન્યુ માટે 4 હજારની માંગ

આ પણ વાંચો: પંચાયત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત ભરત પઢિયારનું સારવાર દરમિયાન મોત