Gandhinagar News : ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં મોટું ઓપરેશન (Congress Big Operation) હાથ ધરાયું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને ચૂંટણી દરમિયાન શિસ્તભંગના આરોપોને પગલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ 20 હોદ્દેદારોને સસ્પેન્ડ (Suspended) કરી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. પક્ષ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં મોટું ઓપરેશન (Congress Big Operation) હાથ ધરાયું

જિલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર, ચૂંટણી દરમિયાન કેટલાક નેતાઓએ પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા માટે આડકતરી રીતે વિરોધ પક્ષને મદદ કરી હતી. સાથે જ પક્ષના વ્હીપ અને સૂચનાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા. આ મામલે મળેલી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરાયા બાદ સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાલુકાવાર જોવામાં આવે તો સૌથી વધુ 12 નેતાઓને માણસા તાલુકામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે દહેગામ તાલુકાના 4 અને કલોલ તાલુકાના 4 નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આમ કુલ 20 હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ (Suspended) કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ સંગઠને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અથવા સંગઠનને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સહન કરવામાં આવશે નહીં. આ કાર્યવાહી બાદ જિલ્લામાં કોંગ્રેસની આંતરિક રાજનીતિ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
