Not Set/ રાજકોટ: 2 વિદ્યાર્થીનીને અડફેટે લેવાનો મામલો, વિદ્યાર્થીઓની કડક કાર્યવાહીની માંગ

રાજકોટ, રાજકોટમાં પંચાયત ચોક વિસ્તારમાં 2 વિદ્યાર્થીઓને અડફેટ લેવાના મામલે આજે મૃતકોને ન્યાય અપાવવા માટે મહારેલી યોજાઇ હતી. પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન કરાતાં આ મહારેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસની ઢીલી કામગીરીને કારણે વિદ્યાર્થીઓ અને મૃતકોના પિરવારજનોમાં રોષ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પંચાયત ચોત પાસેથી […]

Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાં પંચાયત ચોક વિસ્તારમાં 2 વિદ્યાર્થીઓને અડફેટ લેવાના મામલે આજે મૃતકોને ન્યાય અપાવવા માટે મહારેલી યોજાઇ હતી. પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન કરાતાં આ મહારેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પોલીસની ઢીલી કામગીરીને કારણે વિદ્યાર્થીઓ અને મૃતકોના પિરવારજનોમાં રોષ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પંચાયત ચોત પાસેથી એક કાર પૂરઝડપે પસાર થઇ રહી હતી. આ દરમિયાન ચાલતા જતાં બે વિદ્યાર્થીઓને આ કારે અડફેટે લેતા મોત નિપજ્યું હતું. જો કે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા કારચાલકને ન પકડતાં ન્યાય માટે મોટી સંખ્યામાં લોકો મેદાને ઉતર્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.