Amreli News:અમરેલીની (Amreli) પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા પટેલ સંકુલ સ્કૂલમાં ગાંધી જયંતિ (Gandhi jaynti) અને દશેરાની (Dashera) જાહેર રજાઓ પર વર્ગો ચાલુ રાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકારના જાહેર રજાના નિયમોનું ઉલ્લંઘન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ, વાલીઓના વિરોધને પગલે શાળાને વર્ગો સ્થગિત કરવાની ફરજ પડી હતી.
અમરેલીની પટેલ સંકુલ સ્કૂલ, જે તેની શૈક્ષણિક ગુણવત્તા અને શિસ્ત માટે જાણીતી છે, તેણે 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના રોજ રાષ્ટ્રીય રજાના દિવસે ખુલ્લી રહેવાનો નિર્ણય લીધો હતો.વધુમાં,શાળાએ દશેરાની રજાઓ દરમિયાન વર્ગો ચાલુ રાખવાનું આયોજન કર્યું હતું. જ્યારે વાલીઓને આ નિર્ણયની જાણ થઈ, ત્યારે તેઓ રોષે ભરાયા.
વાલીઓએ જણાવ્યું હતું કે ગાંધી જયંતિની જેમ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય રજા પર શાળા ખુલ્લી રાખવાથી નિયમોનું ઉલ્લંઘન થાય છે અને વિદ્યાર્થીઓના હિતોની અવગણના થાય છે. ઘણા વાલીઓએ શાળા પ્રશાસનના નિર્ણયને “અનૈતિક” અને “બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરતી” ગણાવી હતી. જાહેર રજાના દિવસે પણ શાળા ખુલ્લી રાખવાના નિર્ણયની જાણ થતાં, વાલીઓએ સોશિયલ મીડિયા અને શાળા કેમ્પસમાં વિરોધ કર્યો. કેટલાક વાલીઓએ સીધા શાળા પ્રશાસનનો સંપર્ક કર્યો અને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી. વાલીઓના વધતા દબાણ અને આક્રોશનો સામનો કરીને, શાળા પ્રશાસને આખરે શાળા બંધ કરવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો:વડીયાના તોરી ગામે ગ્રામ પંચાયતે ખેડૂતોએ કર્યો હોબાળો, વ્હાલા દવલાની નીતિ ના આક્ષેપ
આ પણ વાંચો:અમરેલીમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો
આ પણ વાંચો:ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ, અમરેલીમાં ભાજપના નેતાએ ખોલી પોલ
