દર વર્ષે 9મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ લોકોને ભ્રષ્ટાચાર અંગે જાગૃત કરવાનો છે. ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે જ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે તેમ વિશ્વમાં ગરીબી પણ વધી રહી છે. ભ્રષ્ટાચારની ખરાબ અસરોને સમજીને તેની સામેની લડાઈ લડવા તરફ ધ્યાન દોરવું પડશે. ભ્રષ્ટાચાર સામાજિક અને રાજકીય રીતે અસર કરે છે. ભ્રષ્ટાચાર તમામ દેશોને અસર કરે છે. આ દિવસ સામાજિક-આર્થિક મુદ્દાઓ અને ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે ઉજવવામાં આવે છે. નવી પેઢીના યુવાનોને ભ્રષ્ટાચાર વિશે માહિતી આપે છે.
આ પણ વાંચો ;હેલિકોપ્ટર ક્રેશ / રાજનાથ સિંહે સંસદમાં આપી હેલિકોપ્ટર દુર્ઘટનાની સંપૂર્ણ વિગતો..
ભ્રષ્ટાચાર અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે થીમ બહાર પાડવામાં આવે છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 2021 ની થીમ “તમારો અધિકાર, તમારી ભૂમિકા: ભ્રષ્ટાચારને ના કહે.” કોરોનાની મહમારીમાં જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવાના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે, ત્યારે ભ્રષ્ટાચાર સામે લડવામાં દરેક વ્યક્તિગત હિસ્સેદારના અધિકારો અને જવાબદારીઓને પ્રકાશિત કરવી મહત્વપૂર્ણ છે – જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રો, કાયદા અમલીકરણ એજન્સીઓ, નાગરિક સમાજ સંસ્થાઓ, શિક્ષણવિદો, મીડિયા અને યુવાનો.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 31 ઓક્ટોબર 2003ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે યુએન દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલન અપનાવવામાં આવ્યું હતું. ત્યારથી યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) ને કોન્ફરન્સ ઑફ સ્ટેટ પાર્ટીઝ માટે સચિવાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. અને 9મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી શરૂ થઈ. અને 2005 થી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસની ઉજવણી શરૂ થઈ.
આ પણ વાંચો ;T વિભાગના દરોડા / સાલ ગ્રુપ પર ITની તપાસ બીજા દિવસે પણ યથાવત…
