Dharma & Bhakti/ પ્રભુને ચડાવેલા ફૂલોને ઘરના મંદિરમાંથી ક્યારે દૂર કરવા? જાણીશું વાસ્તુ શાસ્ત્ર ની ટિપ્સ…

વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર, ભગવાનની પૂજા કરી લીધા પછી ઘરના મંદિરમાંથી ફૂલોને તરત ન હટાવવા…તો પછી ક્યારે દૂર કરવા એની અમુક ટિપ્સ વિશે અહિં જાણીએ…

Religious Rashifal Trending Dharma & Bhakti
ફૂલો, વાસ્તુ શાસ્ત્ર, ટિપ્સ

Dharm & Bhakti: વાસ્તુશાસ્ત્રમાં ભગવાનની પૂજા કરવાના ઘણા નિયમો દર્શાવવામાં આવ્યા છે. તે પૈકી એક છે, ભગવાન (God)ને ચડાવેલા ફૂલો વિશે! તો ચાલો જાણીએ કે, પ્રભુને ચડાવેલા ફૂલોને ઘરના મંદિર (Temple)માંથી ક્યારે દૂર કરવા?

હિન્દુ સનાતન ધર્મ (Hindu Dharma)માં પૂજન-અર્ચન વિશેષ મહત્વ ધરાવે છે. એના દ્વારા ભક્તજનો, પ્રભુ પ્રત્યેની પોતાની આસ્થાને અભિવ્યક્ત કરે છે. એવી માન્યતા છે કે, પવિત્ર હૃદયથી અને સાચી વિધિથી પૂજા કરવાથી ન કેવળ મનને શાંતિ મળે છે પરંતુ, ઘર (Home)માં સકારાત્મક ઊર્જા (Positive Energy)નો પણ સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં કઇ રીતે પૂજા (Puja) કરવી જોઇએ એ વિશેના અમુક નિયમો દર્શાવવામાં આવેલા છે, જેમનું પાલન કરવાથી ઘરનું વાસ્તુ ઠીક રહે છે અને આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જો કે, અમુક બાબતોમાં લોકોમાં ભ્રમણા પ્રવર્તે છે જેમાં પ્રભુને અર્પિત કરેલા પુષ્પો (Flowers) પણ બાકાત નથી! વાસ્તવમાં, દેવી-દેવતા (Devta)ઓને ચડાવેલા ફૂલોને ક્યારે હટાવવા જોઇએ એ બાબતે લોકોમાં મૂંઝવણ જોવા મળતી હોય છે. તો ચાલો જાણીએ, આ વિશે વાસ્તુશાસ્ત્ર શું કહે છે?

ફૂલો, વાસ્તુ શાસ્ત્ર, ટિપ્સ

ફૂલોને ઘર મંદિરમાંથી ક્યારે દૂર કરવા? વાસ્તુ શાસ્ત્રની ટિપ્સ

પૂજા-પાઠ દરમિયાન, દેવી-દેવતાઓને પુષ્પો અવશ્ય અર્પણ કરવા જોઇએ પરંતુ, ઘણી વાર ભક્તો એમને હટાવવાનું ભૂલી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિર (Mandir)માં ચડાવેલા ફૂલોને તરત નહિં પણ દિવસ ઢળે એ પહેલા હટાવી દેવા જોઇએ. વાસ્તુ અનુસાર, સૂકાયેલા ફૂલોને મંદિરમાં મૂકી રાખવાનું શુભ ગણાતુ નથી કારણ કે, એ નકારાત્મક ઊર્જા (Negative Energy)નું સર્જન કરી શકે છે. આના કારણે, ઘરનું વાતાવરણ તણાવગ્રસ્ત બની જાય છે અને ઘરની વ્યક્તિઓ ચિડાયેલી કે ગુસ્સામાં જ રહે છે. આથી જ, પૂજાઘરમાં ચડાવેલા પુષ્પોને મંદિરમાંથી સમયસર દૂર કરી દેવા જોઇએ.

ફૂલો, વાસ્તુ શાસ્ત્ર, ટિપ્સ

આ બાબતોનું ધ્યાન રાખવું

જો તમારા ઘરમાં ઉગાડેલા છોડ (Plant) પરથી ફૂલો તોડીને તમે ભગવાનને અર્પણ કરતા હો તો, સૌપ્રથમ સ્નાન કરી લેવું. ત્યારબાદ, આ ફૂલોને ચૂંટીને પાણી વડે ધોઇ લેવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ધોયેલા ફૂલોને હંમેશાં દાંડીથી પકડીને ભગવાનને અર્પણ કરવા જોઇએ. વળી મંદિરમાંથી દૂર કરેલા ફૂલોને કચરામાં ફેંકવા નહિં પરંતુ, એમને એકઠાં કરીને તમે પાણીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો તમારા ઘરના બગીચા (Garden) કે કૂંડાઓની માટીમાં દબાવી શકો છો, જેનાથી એનું ખાતર (Fertilizer) બની જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…

આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…

આ પણ વાંચો: 5 રુપિયામાં કુદરતી રીતે ચમકશે ચહેરો! અઠવાડિયામાં 3 થી 4 વાર લગાવો…આયુર્વેદિક ટિપ્સને અપનાવો!