Dharma & Bhakti/ ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…

શું તમને ખબર છે કે ગણપતિદાદાના પ્રિય પુષ્પો કયા-કયા છે? એમની પૂજા કરતી વખતે આ 5 ફૂલ તમારે અવશ્ય અર્પિત કરવા જોઇએ. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: વર્ષ 2025ના ગણેશોત્સવનો પ્રારંભ દેશભરમાં 27 મી ઑગષ્ટ, બુધવારના રોજ થઇ ચૂક્યો છે. આ દસ દિવસ સુધી ભક્તિરસનો મહેરામણ હિલ્લોળા લેશે, જે દરમિયાન બાપ્પાના ભક્તો એમને રીઝવવા માટે પૂજા-અર્ચના તથા ભજન-કિર્તન કરતા જોવા મળે છે. પ્રથમ પૂજ્ય એવા શ્રીગણેશની પૂજામાં ફળ-ફૂલ વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ, શું તમને ખબર છે કે ગણપતિદાદાના પ્રિય પુષ્પો કયા-કયા છે? એમની પૂજા કરતી વખતે આ 5 ફૂલોને તમારે અવશ્ય અર્પિત કરવા જોઇએ. તો ચાલો જાણીએ કે, આ 5 ફૂલ કયા-કયા છે?

ગણેશજીના પ્રિય પુષ્પો કયા છે?

ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા અને સુખકર્તા છે. હિન્દુ સનાતન ધર્મમાં, ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. જે કોઇ ઉપાસક પર ગણપતિદાદાની કૃપાદ્રષ્ટિ વરસે છે એના જીવનના તમામ વિઘ્નો અને કાર્યોમાં નડતી અડચણો ગાયબ થઇ જાય છે. એમની કૃપાથી વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે અને બુદ્ધિ તથા જ્ઞાનનો સંચાર થાય છે.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ શરુ થતો આ પાવન તહેવાર દસ દિવસ બાદ અનંત ચતુર્દશીના રોજ પૂર્ણ થશે. ભાવિક ભક્તો ગણપતિદાદાને અતિથિ સ્વરુપે આવકારે છે અને અનંત ચતુર્દશીએ બાપ્પાને ભાવભીની વિદાય આપે છે. આ દિવસે એમનું ભારે હૈયે વિસર્જન કરવામાં આવે છે પરંતુ, જેટલા દિવસ માટે તમે ગણેશજી (Ganesh)ને ઘરમાં કે ઓફિસમાં સ્થાપિત કર્યા હોય એટલો સમય તમે એમને આ ફૂલોથી સજાવી શકો છો અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. ગણેશજીની પૂજા કરતી વખતે આ 5 ફૂલોને અવશ્ય અર્પિત કરવા જોઇએ. તો ચાલો જાણીએ કે, આ ફૂલ કયા-કયા છે?

વિજય તથા સમૃદ્ધિ માટે જાસૂદ

ગણેશજીને જાસૂદના ફૂલ (Flower) અર્પણ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. એ લાલ, ગુલાબી, કેસરી, પીળા, સફેદ વગેરે રંગોમાં જોવા મળે છે. એમાં સૌથી વધુ લાલ જાસૂદ (Hibiscus) ચડાવવાનું લોકો પસંદ કરતા હોય છે. ગણેશોત્સવ દરમિયાન, ગણપતિ બાપ્પાને જાસૂદ અર્પણ કરવાથી જીવનમાં આવનારી અડચણો દૂર થાય છે અને તમારા હરીફો પર પણ તમે વિજય પ્રાપ્ત કરી શકો છો.

આરોગ્ય માટે ગલગોટા

તંદુરસ્ત રહેવા માટે સ્વયંની સંભાળ રાખવા ઉપરાંત, પ્રભુના આશીર્વાદની પણ જરુર હોય છે. વિધ્નહર્તા ગણેશજીને ગલગોટાના પુષ્પો અર્પિત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને જે રીતે ગલગોટા (Marigold)માં અનેક પાંખડીઓ વૃદ્ધિ પામતી રહે છે એ જ રીતે, ધન-ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. ગલગોટાનું ફૂલ સાચા હૃદયથી અર્પણ કરવાથી તમારા પર ગણપતિ બાપ્પાની કૃપા વરસે છે અને જીવનની અનેકવિધ સમસ્યાઓ દૂર થાય છે.

પ્રેમ માટે અપરાજિતા

ધાર્મિક માન્યતા અનુસાર, અપરાજિતાના ફૂલો ગણપતિ બાપ્પાને અતિ પ્રિય હોય છે. આ ગણેશોત્સવ દરમિયાન, અપરાજિતા (Aparajita)ના ફૂલોને અર્પણ કરવાથી તમારા પ્રેમ સંબંધો અને દામ્પત્યજીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે અને એ ઉપરાંત, ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

વિઘ્નો દૂર કરવા પારિજાત

પારિજાત અથવા હરસિંગાર (Night Jasmine)ના નામે ઓળખાતા આ સુંદર અને સુગંધિત પુષ્પોને જો ગણેશોત્સવ દરમિયાન તમે બાપ્પાને અર્પણ કરશો તો, જીવનમાં ઊભા થનારા તમામ વિઘ્નોથી મુક્તિ મળશે. વળી, જે યુગલને સંતાનપ્રાપ્તિની ઝંખના હોય, એ જો પારિજાતના પુષ્પો ગણપતિદાદાને ભાવપૂર્વક અર્પિત કરે તો થોડા જ સમયમાં એમને ખુશખબરી મળે છે એવી ધાર્મિક માન્યતા છે.

કૌટુંબિક શાંતિ માટે કંદપુષ્પો

ગણેશોત્સવ દરમિયાન, તમે બાપ્પાને કંદ પુષ્પો (Tuber Flower) પણ અર્પણ કરી શકો છો. એનાથી તમારા જીવનમા શાંતિ, મધુરતા અને સૌહાર્દનું આગમન થાય છે. આ સાથે જ, પ્રેમ સંબંધો કે દામ્પત્યજીવનમાં નવીન તાજગી વરતાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ પ્રકારનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી. મંતવ્ય ન્યુઝ આમાંની કોઈ પણ બાબતની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…