પેરિસ,
છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ વિવાદના મુદ્દે દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત એકબીજા અમે આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે આ વચ્ચે ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ નિવેદન બાદ આ મામલો વધુ ગરમાયો છે.

ત્યારે હવે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિનું ઇન્ટરવ્યુ લેનારા પત્રકારે જણાવ્યું છે કે, “ભારત સરકારનું આ કહેવું ખોટું છે કે, ભારતીય અને ફ્રાંસ સરકાર દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ ડિફેન્સ વચ્ચે થયેલી ડીલમાં શામેલ ન હતી.
ફ્રાન્સવા ઓલાંદની ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર એન્ટન રોગટે કહ્યું હતું કે, “ઓલાંદ દ્વારા સ્પષ્ટપાને કહેવામાં આવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ફ્રાંસની સરકારના અધિકારીઓને રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું”.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલ અંગે પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે, “અબજો ડોલરના આ સોદામાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ એવિએશનના ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો”.

જો કે ઓલાંદના આ નિવેદન બાદ ભારતથી લઇ ફ્રાંસ સુધી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં ભારતમાં કોંગ્રેસ દ્વારા સતત PM મોદી, મોદી સરકાર અને રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદના આ નિવેદન પછી ફ્રાંસ સરકાર અને દસોલ્ટ એવિએશનના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. ફ્રાંસ સરકાર દ્વારા ઓલાંદના નિવેદન પછી જાહેર કર્યું છે કે, “જેમાં તેમણે દાવો કર્યો છે કે, ભારત સરકારે રાફેલ સોદાની માટે એક ખાનગી કંપનીનું નામ આપ્યું હતું.
ફ્રાંસ સરકારે કહ્યું હતું કે, આ સોદા માટે ભારતીય ઔદ્યોગિક ભાગીદારને પસંદ કરવામાં ફ્રાંસ સરકારની કોઈ ભૂમિકા નથી રહી. જયારે દસોલ્ટએ કહ્યું હતું કે, તેમણે પોતાના મનથી રિલાયન્સની પસંદગી કરી હતી”.
