Gujarat News: ગુજરાત રાજ્ય સતત વિકાસ અને સુશાસનની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ વિકાસયાત્રાને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના વિકાસમાં નવા તાલુકાઓની સીધી ભાગીદારી વધશે અને સ્થાનિક સ્તરે સુવિધાઓ, માળખાકીય વિકાસ તથા સામાજિક સૂચકાંકોમાં ઝડપી સુધારો થશે.
આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 2 કરોડ અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ATVT અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ મળી કુલ રૂ. 3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે
કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે માનવ વિકાસ સૂચકાંકના 44 (44 Human Development Indicators) સામાજિક અને આર્થિક નિર્દેશાંકોના આધારે વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાની પરંપરા છે.
તાલુકાઓની પસંદગી કોઈ રાજકીય માપદંડ પરથી નહીં પરંતુ માનવ વિકાસ સૂચકાંકના 44 (44 Human Development Indicators) પર આધારિત છે.
તેમાં મુખ્યત્વે આ બાબતોનો સમાવેશ થાય છે:
શિક્ષણનો દર
આરોગ્ય સુવિધાઓ
પીવાનું પાણી
રસ્તાઓ તથા માળખાકીય વિકાસ
આર્થિક પ્રવૃત્તિ
કૃષિ વિકાસ
ગ્રામ્ય સુવિધાઓ
વસ્તી ઘનતા અને જીવન ધોરણ
આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો(ATVT)-વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.
મુખ્યમંત્રીએ પ્રગતિ અને વિકાસની સતત હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50%થી વધારે ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
કયા તાલુકાઓને મળ્યો “વિકાસશીલ” નો દરજ્જો?
મુખ્યમંત્રીના નિર્ણય મુજબ નીચેના 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે:
-
કદવાલ (છોટાઉદેપુર)
-
ઉકાઈ (તાપી)
-
ગોવિંદ ગુરુ લીમડી (દાહોદ)
-
સુખસર (દાહોદ)
-
ચીકદા (નર્મદા)
-
રાહ (વાવ-થરાદ)
-
ધરણીધર (વાવ-થરાદ)
-
ઓગડ (બનાસકાંઠા)
-
હડાદ (બનાસકાંઠા)
-
ગોધર (મહીસાગર)
-
નાનાપોંઢા (વલસાડ)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાભિમુખ નિર્ણયને પરિણામે રાજ્યની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં આ નવા 11 વિકાસશીલ તાલુકાઓ પણ પોતાનું વધુ ઉત્કૃષ્ટ યોગદાન આપી શકશે.
