gujrat news/ ભાવનગરમાં ખરીફ વાવેતર 4.17 લાખ હેક્ટરે પહોંચ્યું, વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક માટે ખાસ સલાહ

Bhavnagar જિલ્લામાં ખરીફ ઋતુ 2026માં 4.17 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વરસાદ ખેંચાતા ખેતીવાડી વિભાગ દ્વારા પાક સંરક્ષણ અને આકસ્મિક આયોજન અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

Top Stories Gujarat Others
Bhavnagar

Bhavnagar Kharif Sowing and Crop Management: ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ 2026 દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિ વચ્ચે ખેતીવાડી વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે આકસ્મિક પાક આયોજન હેઠળ જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો છે. ઉપલબ્ધ વરસાદી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ખેતી પાકોના ઉત્પાદન પર વરસાદની અછતની માઠી અસર ન થાય તે માટે ખેડૂતોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

સરેરાશ વાવેતર સામે 4.17 લાખ હેક્ટરે ખેતી

ભાવનગર(Bhavnagar) જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ સરેરાશ વાવેતર વિસ્તાર 4,36,906 હેક્ટર છે. તેની સામે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 4,17,438 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં કપાસનું સૌથી વધુ 2.18 લાખ હેક્ટર, મગફળીનું 1.14 લાખ હેક્ટર, તુવેરનું 1,486 હેક્ટર, સોયાબીનનું 1,133 હેક્ટર અને ઘાસચારાનું 44,706 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં સરેરાશ 648 મીમી વરસાદની સામે અત્યાર સુધીમાં 470 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે સરેરાશની સરખામણીએ 72.53 ટકા વરસાદ થયો છે. વરસાદ ખેંચાતા હવે પાકમાં ભેજ જળવાઈ રહે અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય તે બાબતે ખેતીવાડી વિભાગે ખેડૂતોને સૂચનો કર્યા છે.

એકાંતર ચાસે પિયત આપવાની સલાહ

જે Bhavnagar ના ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, તેમને પાકની કટોકટીની અવસ્થામાં એકાંતર ચાસે પિયત આપવાની સલાહ આપવામાં આવી છે. વિકાસ, વૃદ્ધિ, ફૂલ, સિંગ બાંધવાની અને દાણા ભરાવા જેવી મહત્વની અવસ્થામાં આ પદ્ધતિ અપનાવવાથી અંદાજે 35 ટકા જેટલા પિયત પાણીની બચત થઈ શકે છે. ડ્રીપ અને ફુવારા પિયત પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

જમીનમાં રહેલો ભેજ જળવાઈ રહે તે માટે લાંબા ગાળાના અને હારબંધ વાવેતરવાળા પાકોમાં આંતરખેડ કરવાની ભલામણ કરવામાં આવી છે. પાકમાં નીંદામણનો પ્રશ્ન હોય તો સમયસર નીંદામણ કરીને પાકને નીંદામણમુક્ત રાખવા જણાવાયું છે.

હાલ રાસાયણિક ખાતર ટાળવા સૂચના

હાલની વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતરનો(Bhavnagar) ઉપયોગ ન કરવા અને જરૂરિયાત મુજબ યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા છંટકાવ કરવાની ભલામણ કરાઈ છે. ખાસ કરીને કપાસના પાકમાં ચૂસીયા જીવાતનો ઉપદ્રવ જોવા મળતા પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવા અથવા લીંબોળીના તેલનો છંટકાવ કરીને જીવાતનું નિયંત્રણ કરવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.

ખેડૂતો માટે મહત્વનો સંદેશ: હાલ પાકને માત્ર પાણીની નહીં, પરંતુ જમીનમાં યોગ્ય ભેજ જાળવી રાખવાની વધુ જરૂરિયાત છે. તેથી ઉપલબ્ધ પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને પાકને બચાવવો જરૂરી છે.


આ પણ વાંચો:ભાવનગરની હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો આક્ષેપ, 6 સામે ફરિયાદ

આ પણ વાંચો:ભાવનગરમાં અશાંત ધારા મુદ્દે વિવાદ: દેવબાગ-વિજયરાજનગરના રહીશોની કલેક્ટર સમક્ષ રજૂઆત

આ પણ વાંચો: ભાવનગરનાં બોરતળાવ અપહરણ કેસમાં છ ઝડપાયા