National News : પશ્ચિમ એશિયામાં બગડી રહેલી પરિસ્થિતિના કારણે સમગ્ર વિસ્તારમાં હવાઈ મુસાફરી પર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત આરબ અમિરાત (UAE)ના એરપોર્ટ અધિકારીઓએ એરલાઈન્સને પોતાના ઓપરેશન્સ ઘટાડવા માટે સૂચના આપી છે. તેના પરિણામે ઘણી ફ્લાઈટ્સ (Flights)રદ કરવામાં આવી છે અને કેટલીકના શિડ્યુલમાં ફેરફાર કરાયા છે.

રવિવારે એર ઈન્ડિયાએ જણાવ્યું કે 15 માર્ચ 2026ના રોજ UAE માટેની કેટલીક નિશ્ચિત ફ્લાઈટ્સ (Flights)રદ કરવામાં આવી છે. આમાં દુબઈ, રાસ અલ ખૈમાહ અને શારજાહ માટેની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. એરલાઈન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું હતું કે UAEના એરપોર્ટ અધિકારીઓ તરફથી મળેલી તાજેતરની સૂચનાઓને કારણે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને પોતાના એડ-હોક ઓપરેશન્સ ઘટાડવા પડ્યા છે.
કઈ ફ્લાઈટ્સ Flights રદ કરવામાં આવી?
એર ઈન્ડિયાના નિવેદન મુજબ, તે દિવસે દિલ્હી–દુબઈ વચ્ચે ફક્ત એક પરત ફરતી ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. જ્યારે દુબઈ માટે નિર્ધારિત પાંચ ફ્લાઈટ્સમાંથી ચાર ફ્લાઈટ્સ (Flights)રદ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ દિલ્હી–દુબઈ વચ્ચે માત્ર એક પરત ફરતી ફ્લાઈટ ચલાવશે. દુબઈ માટે નક્કી કરાયેલી છ ફ્લાઈટ્સમાંથી પાંચ રદ કરવામાં આવી છે. ઉપરાંત, અબુધાબી માટેની એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચ ફ્લાઈટ્સ પણ તે દિવસે રદ કરી દેવામાં આવી છે.
ફ્લાઈટ્સ રદ થવાથી પ્રભાવિત થયેલા મુસાફરોને ભવિષ્યની તારીખ માટે ફરીથી બુકિંગ કરવાની અથવા કોઈ વધારાના ખર્ચ વિના સંપૂર્ણ રિફંડ મેળવવાની સુવિધા આપવામાં આવી છે.
ઇન્ડિગોએ પણ Flightsનો બદલ્યો સમય
આ વચ્ચે ઇન્ડિગોએ પણ પોતાના મુસાફરોને જાણ કરી છે કે દુબઈ માટેની ફ્લાઈટ્સ(Flights)ના ઓપરેશન્સ ખૂબ મર્યાદિત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એરલાઈને જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિઓને કારણે દુબઈ માટેના ફ્લાઈટ શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો છે.
એરલાઈને મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઈટની સ્થિતિ તપાસી લે. મુસાફરોને સમયસર માહિતી આપવા માટે એરલાઈન તરફથી અપડેટ્સ પણ મોકલવામાં આવી રહ્યા છે.
ટર્બાઈન ઇંધણના ભાવમાં વધારો
પશ્ચિમ એશિયામાં વધતી કટોકટીના કારણે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં વિક્ષેપ સર્જાયો છે. તેની અસર તરીકે ઉડ્ડયન ટર્બાઈન ઇંધણ (ATF)ના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
આ વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો, એર ઈન્ડિયા અને અકાસા એર જેવી અનેક એરલાઈન્સે પોતાના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ પર ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો છે, જેથી વધેલા ઓપરેટિંગ ખર્ચને સંભાળી શકાય.
