BCCI/ પૂર્વ બોલર ચેતન શર્મા બન્યા ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર અન્ય બે સ્થાનો પર કોને મળી જવાબદારી

બીસીસીઆઈની યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા માં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ચેતન શર્મા બીસીસીઆઈની સીનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા

Top Stories Sports
team india

બીસીસીઆઈની યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા માં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ચેતન શર્મા બીસીસીઆઈની સીનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા અધ્યક્ષ હશે. ચેતન શર્મા, એબે કુરૂવિલા અને દેબાશીષ મોહંતી બીસીસીઆઈ સીનિયર પસંદગી તમિતિના નવા સભ્ય હશે. મહત્વનું છે કે બીસીસીઆઈ પસંદગી સમિતિમાં ત્રણ જગ્યા ખાલી હતી. હવે ક્રિકેટ સલાહકાર સમિતિએ આ ત્રણ નવા પસંદગીકારની પસંદગી કરી છે. આ ત્રણેય નવા સભ્યો સુનીલ જોશી અને હરવિંદર સિંહ સાથે મળી કામ કરશે.

BCCI Appoints Chetan Sharma as New Chairman of Selectors; Abey Kuruvilla  and Debashish Mohanty in Panel

Corona Vaccine / આ કંપનીએ 30 હજાર લોકો પર ત્રીજા તબક્કાના કોરોના વેક્સિનના ટ્…

વાર્ષિક બેઠકર્માં નિર્ણય

બીસીસીઆઈ એજીએમની બેઠકમાં અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આઈપીએલમાં બે નવી ટીમ જોડાશે. પાછલા ઘણા દિવસથી આ વાત પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ આજે બીસીસીઆઈએ એજીએમમાં મહોર મારી દીધી છે. પરંતુ આ બે નવી ટીમો 2022ની સીઝનથી જોડાશે. આ સાથે બેઠકમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને વળતર આપવામાં આવશે. આ વળતર પુરૂષ અને મહિલા બંન્ને વર્ગોમાં આપવામાં આવશે.

નિધન / મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શો…

Ajit Agarkar, Maninder Singh, Chetan Sharma, Shiv Sunder Das In Fray For  India's National Selection Panel: Report | Cricket News

રાજીવ શુક્લાને મળ્યુ પદ

આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાને બોર્ડના ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. તેઓ માહિમ વર્માનું સ્થાન લેશે જે ઉત્તરાખંડથી આવે છે. આ સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌરવ ગાંગુલી આઈસીસી બોર્ડના ડાયરેક્ટર બન્યા રહેશે.

BCCI backing IPL chairman Rajiv Shukla to attend ICC meetings - cricket -  Hindustan Times

India / મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને 15 વર્ષની કેદ…

IPL 2022માં ગુજરાતની ટીમ

બીસીસીઆઈની એજીએમમાં નવી બે ટીમોને મંજૂરી આપવાની જાહેરાત બાદ ગુજરાતની ટીમની એન્ટ્રીનો રસ્તો સાફ થઈ ગયો છે. આઈપીએલ 2022ની સીઝનમાં ગુજરાતની ટીમ જોવા મળી શકે છે. અદાણી ગ્રુપ આ ટીમ ખરીદી શકે છે. આઈપીએલ-2022માં નવી બે ટીમ સામેલ થવાની સાથે કુલ 94 મુકાબલા રમાશે. તો એજીએમમાં 2028 લોસ એન્જસિલ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ (ટી20 ફોર્મેટ)ને સામેલ કરવાનું પણ સમર્થન કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…