“નશો” આજકાલ દેશ-દુનિયા સહિત ગુજરાતમાં પણ આ શબ્દ આવનારી પેઢીની ચિંતાનું કારણ બની ગયો છે. નશાનો કાળોકારોબાર કરનારા ડ્રગ્સ માફિયાઓ વિશ્વ માટે ખતરો જ ખતરો છે તે વાત વિદિત છે. ડ્રગ્સ માફિયાનું મોટું નેટવર્ક અને અઢળક પૈસા આતંકવાદને બળ આપે છે અને વિશ્વમાં આતંકીઓ હાહાકાર મચાવવા માટે આવા જ બે નામી અઢળક પૈસાના જોરે પાવરધા છે.
Corona Vaccine / આ કંપનીએ 30 હજાર લોકો પર ત્રીજા તબક્કાના કોરોના વેક્સિનના ટ્…
નશાનો કાળા કારોબાર આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. ભારત કે જેને વિશ્વનો સૌથી યુવાન દેશ કહેવામાં આવે છે અને માટે જ ભારતને પાછળ પાડવો હોય તો આપણા યુવાનોને પાછળ પડવા પડે તે સીધી અને દેખીતી વાત છે. દેશનાં દુશ્મનો આ વાત પાકી રીતે જાણે છે અફસોસ છે કે આપણા દેશ વિશે જે વાત દેશના દુશ્મનો જાણે છે તે આપણે અવગણીએ છીએ અને આપણા અને આપણાઓનાં ભવિષ્યને અંધકારમાં ધકેલી દેવા માટે કારણ ભૂત બની રહ્યા છીએ.
નિધન / મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શો…

નશાનો કાળો કારોબાર સરહદ પારની દેન છે તે વાત પણ વિદિત છે અને દુશ્મનો દેશનાં ખુણે ખુણે આ આદત ફેલાવી રહ્યા છે અને પોતાનું નેટવર્ક પણ. આ કાળા કારોબાર છેક સૌરાષ્ટ્રનાં નાનકડા શહેર સુધી પહોંચી ગયુ છે. બીલકુલ જેતપુરમાં નશાનો કાળો કારોબાર પકડાયો છે. અને જેતપુર શહેર અને વીરપુરમાંથી ગાંજો ઝડપાયો છે. અધધધ 14 કિલો ગાંજો જેતપુરમાંથી અને 2 કિલો ગાંજો વીરપુરમાંથી ઝડપાયો હોવાની વિગતો તંત્ર માટે અને સમાજ માટે ચિંતાનો વિષય છે. વિચાર કરવા મજબૂર કરી દેતો કુલ 16 કિલો જેટલો ગાંજાનો જથ્થો જેતપુર તાલુકામાંથી ઝડપાયો છે. વિચારો ગુજરાતનાં ક્યા શહેરમાં આવ ગાંજા નેટવર્ક આપણા યુવાનોને ગંજેરી નહી બનાવી રહ્યું હોય…?
India / મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને 15 વર્ષની કેદ…

આ તો તાલુકા પોલીસની સતર્કતાનાં કારણે 16 કિલો ગાંજો હાથે લાગી ગયો નહીતર આ ગાંજો યુવાનોની નશોમાં જ જોવામાં આવત. જેતપુર પોલીસ પાર્ટીનાં પેટ્રોલિંગ દરમ્યાન 4 આરોપીને ગાંજા સાથે પકડ્યા હોવાની વિગતો વિદિત છે. વીરપુર પોલીસ ગાંજા સાથે 3 શખ્સોને ઝડપાયા છે. ઝડપાયેલાનું પગેરુ દબાવતા જેતપુરમાંથી મુખ્ય સપ્લાયરને 14 કિલો ગાંજા સાથે પકડ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
