Valsad train-Jugardham/ વલસાડમાં ટ્રેનમાંથી પકડાયું જુગારધામ

વલસાડમાં ટ્રેનમાંથી જુગારધામ પકડાયું છે. દોડતી ટ્રેનમાંથી શકુનિઓ ઝડપાયા છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી 16ની ધરપકડ કરવામાં આવી છે. નવ પુરુષ અને સાત મહિલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પાર્સલ ડબ્બામાં જુગાર રમાતું હતું.

Gujarat Surat Trending Breaking News

વલસાડઃ વલસાડમાં ટ્રેનમાંથી જુગારધામ પકડાયું છે. દોડતી ટ્રેનમાંથી શકુનિઓ ઝડપાયા છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી 16ની ધરપકડ કરવામાં આવી છે. નવ પુરુષ અને સાત મહિલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પાર્સલ ડબ્બામાં જુગાર રમાતું હતું.

જુગારના શોખીનોના જુગાર રમવાના આ અજબના કીમિયાથી પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર ટ્રેનની ઘટનાના પગલે સૌરાષ્ટ્રની પોલીસ અને રેલ્વે પોલીસ પણ ચાલુ ટ્રેનમાં ચાલતા જુગારથી ચોંકી ગઈ છે. તેના પગલે આગામી સમયમાં પોલીસની સાથે રેલ્વે પોલીસે પણ બધી ટ્રેનોનું ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોલીસે બીજી ટ્રેનમાં પણ આ પ્રકારના જુગારધામની સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ અભિયાન શરૂ કર્યુ છે.

જો કે બીજી કઈ-કઈ ટ્રેનમાં તપાસ અભિયાન શરૂ કરાયુ તેના અંગે પોલીસે કશું જણાવ્યું નથી, પરંતુ પોલીસ અને રેલ્વે પોલીસે જણાવ્યું છે કે સમય આવ્યે તેમની કાર્યવાહીની વિગત આપવામા આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ પર લગાવાશે સ્પ્રિન્કલર

આ પણ વાંચો:IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

આ પણ વાંચો:પુણામાં પ્રેમ અદાવતમાં ભાણેજે કરી મામાની હત્યા, પોલીસે કરી આરોપીઓની અટકાયત

આ પણ વાંચો:રાજકોટના બિલ્ડરોને દિલ્હી એરપોર્ટ પર મજાક ભારે પડી