AMC-Sprinkler/ અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ પર લગાવાશે સ્પ્રિન્કલર

અમદાવાદમાં પુષ્પકુંજ ટ્રાફિક સિગ્નલ પર સ્પ્રિન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ છંટકાવ સિગ્નલ બંધ હોય ત્યારે કરવામાં આવે છે. પાઇલોટ પ્રોજેક્ટ સફળ થાય તો શહેરના અન્ય ટ્રાફિક સિગ્નલો પર પણ મ્યુનિ તંત્ર દ્વારા સ્પ્રિન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Gujarat Ahmedabad Trending Breaking News
Beginners guide to 2024 04 09T121605.636 અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ પર લગાવાશે સ્પ્રિન્કલર

અમદાવાદઃ અમદાવાદનો ઉનાળો આકરો હોય છે. તેના લીધે કેટલાય લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. આ વખતે લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

આ નવતર પ્રયોગના ભાગરૂપે લોકોને ગરમીમાંથી રાહત આપવા અમદાવાદમાં પુષ્પકુંજ ટ્રાફિક સિગ્નલ પર સ્પ્રિન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ છંટકાવ સિગ્નલ બંધ હોય ત્યારે કરવામાં આવે છે. પાઇલોટ પ્રોજેક્ટ સફળ થાય તો શહેરના અન્ય ટ્રાફિક સિગ્નલો પર પણ મ્યુનિ તંત્ર દ્વારા સ્પ્રિન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદના મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થઈ રહ્યો છે. એએમસી દ્વારા ગયા વર્ષે શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે વખતે ખબર પડી કે જો ગ્રીન નેટ લગાવવામાં આવે તો ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને તે નડતરરૂપ થાય તેમ હતી. તેથી આ વખતે ગરમીમાંથી રાહત આપવા કોર્પોરેશન નવી યોજના લઈ આવ્યું છે. આ ફુવારા દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ અમદાવાદમાં 300થી વધુ ટ્રાફિક સિગ્નલ આવેલા છે. આ પૈકી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને 120 જેટલા ટ્રાફિક જંકશન જ્યાં ઓછો ટ્રાફિક હોય છે તેને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના મણિનગર વોર્ડમાં વેલા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ખાતે બે દિવસથી સિગ્નલ બંધ હોય એવા સમયે ટ્રાફિક જંકશન પર ઉભા રહેલા વાહનચાલકોને ગરમીથી રાહત મળે તે માટે એકથી લઈ પાંચ સ્પ્રિન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સિગ્નલ ખૂલે એ સમયે સ્પ્રિન્કલર આપમેળે બંધ થઈ જાય છે. આગામી સમયમાં શહેરના અન્ય ટ્રાફિક જંકશન પર આ પ્રકારે સ્પ્રિન્કલરની મદદથી લોકો પર પાણી છંટકાવની વ્યવસ્થા કરવામાં આવશે.

સ્પ્રિન્કલર કેવી રીતે કામ કરે છે

પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે લોકોને ગરમીમાંથી રાહત મળે તે માટે ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની નીચે ઓટોમેટિક સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા છે. આ સ્પ્રિન્કલર બપોરના 12થી સાંજના પાંચ વાગ્યા સુધી સિગ્નલના ટાઇમિંગ પ્રમાણે ચાલુ બંધ થશે. તે 60 સેકન્ડથી લઈને 120 સેકન્ડ સુધીના ટાઇમર મુજબ ચાલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: IPL-AhmedabadMetro/IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

આ પણ વાંચો: electoral bonds/ગુજરાતના દીન ખેડૂતે ભાજપને 10 કરોડ રૂપિયાનું દાન આપીને ‘છેતર્યા’

આ પણ વાંચો: #​​Ahmedabad/મહિલા પોલીસકર્મી પતિથી ત્રસ્ત, લગ્નના એક મહિનામાં પતિની હેરાનગતિથી કંટાળી માંગ્યા