Banaskantha/ મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

બનાસકાંઠામાં અનોખી લગ્નની કંકોત્રી જોવા મળી. બનાસકાંઠાના એક યુવાને પોતાની લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના સ્લોગન લગાવી મતદાનની અનોખી પહેલ કરી છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 08T151038.251 મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

બનાસકાંઠામાં અનોખી લગ્નની કંકોત્રી જોવા મળી. બનાસકાંઠાના એક યુવાને પોતાની લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના સ્લોગન લગાવી મતદાનની અનોખી પહેલ કરી છે. આ યુવાન સરકારી કર્મચારી છે જેણે પોતાની નૈતિક ફરજ બજાવતા મતદાતાઓને મતદાન માટે નવો કિમીયો અપનાવતા અપીલ કરી છે. સરકારી કર્મચારીએ પોતાની લગ્નની કંકોત્રીમાં મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા વિવિધ પ્રકારના સ્લોગન મૂકયા છે.

લોકસભા ચૂંટણીની અસર લગ્નની કંકોત્રી પર પણ જોવા મળી. એક સરકારી કર્મચારીએ પોતાના લગ્નની કંકોત્રીમાં મતદાનનો સંદેશ આપ્યો છે. દિયોદરનાં સરકારી કર્મચારી વિપુલ રાયગોરનું મતદાનને લઈને અનોખું અભિયાન જોવા મળ્યું. વિપુલ રાયગોરના લગ્નના આ જ મહિનાની 20 તારીખે થવા જઈ રહ્યા છે. સબ ઓડિટર તરીકે બજાવે છે ફરજ વિપુલ રાયગોરની મતદાન જાગૃતિને અનોખી પહેલ મતદાતાઓને જરૂર પ્રેરણા આપશે. અને આ ચૂંટણીમાં સંભવત મતદાનના તમામ રેકોર્ડ તૂટી શકે છે. નોંધનીય છે કે આગામી 19 એપ્રિલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. મતદારોને જાગૃત કરવા પાર્ટી કાર્યકતાઓ ઉપરાંત સરકારી વિભાગમાં કામ કરતા એક સામાન્ય કર્મચારીની અનોખી પહેલ જોવા મળી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ