Not Set/ વ્હોટ્સઍપ મેસેજથી કોમી તંગદીલી, પોલીસને ટારગેટ કરાઇ છેઃ આઈ.જી. પાંડિયન

પોરબંદર, પોરબંદરમાં શનિવારની રાત્રીના બંદર રોડ ઉપર બનેલી તંગદીલીની પરીસ્થિતિને લઈને જુનાગઢના રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન આજ સોમવારના રોજ બપોર બાદ પોરબંદર દોડી આવ્યા હતા. ખારવા વાડ વિસ્તારનું નિરીક્ષાણ કર્યા બાદ પંચાયત મઢી ખાતે ખારવા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી અને તેમની રજુઆતો સાંભળી હતી. ત્યારબાદ તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં એવુ જણાવ્યુ હતુ કે, ખરેખર […]

Top Stories Gujarat
મોત 1 વ્હોટ્સઍપ મેસેજથી કોમી તંગદીલી, પોલીસને ટારગેટ કરાઇ છેઃ આઈ.જી. પાંડિયન

પોરબંદર,

પોરબંદરમાં શનિવારની રાત્રીના બંદર રોડ ઉપર બનેલી તંગદીલીની પરીસ્થિતિને લઈને જુનાગઢના રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન આજ સોમવારના રોજ બપોર બાદ પોરબંદર દોડી આવ્યા હતા. ખારવા વાડ વિસ્તારનું નિરીક્ષાણ કર્યા બાદ પંચાયત મઢી ખાતે ખારવા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી અને તેમની રજુઆતો સાંભળી હતી.

ત્યારબાદ તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં એવુ જણાવ્યુ હતુ કે, ખરેખર નાના બાળકોની બાબતને લઈને બુટલેગરોએ સોશ્યલ મીડીયા ઉપર એક મેસેજ વાયરલ કરી અને તંગદીલીની પરીસ્થિતિ ઉભી કરી હતી અને ખાસ પોલીસને ટારગેટ બનાવવા માટે આ કાવતરુ ઘડયુ હતુ.

IMG 20180528 WA0006 3 વ્હોટ્સઍપ મેસેજથી કોમી તંગદીલી, પોલીસને ટારગેટ કરાઇ છેઃ આઈ.જી. પાંડિયન

પોલીસે સોશયલ મીડીયામાં વાયરલ થયેલા મેસેજને આધારે તપાસ શરૂ કરી છે. ખરેખર આ બનાવ કોઈ હિન્દુ મુસ્લીમ વચ્ચેનો નથી માત્ર બુટલેગરોએ તકનો લાભ લઈ અને પોલીસને ટારગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલ તો ૩ર જેટલા શખ્સોની અટકાયત હાથ ધરવામાં આવી છે અને ૩પ૦૦ થી વધુ ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પરિસ્થિતિ વણસે નહી તે માટે જુનાગઢથી પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે અને એસ.આર.પીની એક કુમુકની પણ મદદ લેવામાં આવી છે.

IMG 20180528 WA0006 4 વ્હોટ્સઍપ મેસેજથી કોમી તંગદીલી, પોલીસને ટારગેટ કરાઇ છેઃ આઈ.જી. પાંડિયન

પોરબંદરમાં 26 તારીખે ખારવા-મુસ્લિ વચ્ચે કોમી તણાવ અને પથ્થરમારાની ઘટનાઓ બની જેને નિવારવા જૂનાગઢ દોડી આવી રેન્જ આઈ.જી.રાજકુમાર પાંડિયને બંને સમાજના અગ્રણીઓ સાથે ખાસ બેઠક યોજી તથા પત્રકારોને જણાવ્યું કે, બુટલેગરોએ ખોટો મેસેજ વાયરલ કરી પોલીસને ટારગેટ કરી છે.

૩ર જેટલા શખ્સોની અટકાયત હાથ ધરવામાં આવી છે અને ૩પ૦૦ થી વધુ ટોળા સામે ગુનો નોંધી જુનાગઢથી પોલીસ કાફલો પણ બોલાવવામાં આવ્યો છે અને એસ.આર.પીની એક કુમુકની પણ મદદ લેવામાં આવી. નિર્દોષ ભોગ ન બને તે માટે ઘટનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવી અટકાયત થશે.