Not Set/ પાંચ વર્ષ કરતા વધુ એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવા DGPએ કર્યો  આદેશ

ગાંધીનગર, રાજ્યભરના કોઈ પણ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) શિવાનંદ ઝાએ આ હુકમ કર્યો છે. SP અને CPને બદલી કરવા માટે DGP દ્વારા અપાયો આદેશ DGP શિવાનંદ ઝાએ લાંબા સમય સુધી કોઈ […]

Top Stories Gujarat
678728 shivanand jha પાંચ વર્ષ કરતા વધુ એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવા DGPએ કર્યો  આદેશ

ગાંધીનગર,

રાજ્યભરના કોઈ પણ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) શિવાનંદ ઝાએ આ હુકમ કર્યો છે.

SP અને CPને બદલી કરવા માટે DGP દ્વારા અપાયો આદેશ

DGP શિવાનંદ ઝાએ લાંબા સમય સુધી કોઈ કર્મચારી એક જ સ્થળે ફરજ ન બજાવે તે અંગેના નિયમોના આધારે તમામ SP (સુપ્રિટેન્ડેટ ઓફ પોલીસ) અને CP (કમિશનર ઓફ પોલીસ) ને બદલી કરવા માટે આદેશ કર્યો છે.

આ ઉપરાંત નવી ભરતી કરવામાં આવેલા મહિલા પોલીસ કર્મચારીઓને પાંચ વર્ષ થઇ ગયા હોય તો તેઓની પણ બદલી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

15 જૂન સુધી આપવામાં આવ્યો સમય

આ બદલી કરવા માટે રાજ્યના પોલીસવડાએ પોલીસ કર્મચારીઓની પસંદગી કે પછી અન્ય 5 જગ્યાઓ પૈકી કોઈ એક સ્થળે બદલી કરવા માટે હુકમ કર્યો છે, તેમજ આ માટે આગામી મહિનાની 15 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ કર્મચારીઓને મળશે એક વર્ષ સુધી રાહત

જો કે DGP દ્વારા કર્મચારીઓની બદલી કરવા માટે અપાયેલા આદેશમાં, જે પોલીસ કર્મચારીઓના સંતાન ઘો. 10, 12 કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા કર્મીઓને રાહત આપવામાં આવી છે.

આ પ્રકારના કર્મચારીઓને આ નિર્ણયમાંથી 1 વર્ષ માટે મુક્તિ આપવામાં આવી છે.