Not Set/ ઉપર આકાશ, નીચે પાણી, વચ્ચે ફસાઈ મહાલક્ષ્મી એક્સ્પ્રેસ, સેકડો મુસાફરોના જીવ જોખમમાં

મુંબઈ, મુંબઈમાં ભારે વરસાદના કારણે માયાનગરી મુંબઈ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ત્યારે ઘણા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે ત્યારે મહાલાક્ષ્મી એક્સપ્રેસને બદલાપુર અને વાનગનીના વચ્ચે અટકાવામાં આવી છે. ટ્રેક પર પાણી ભરાયું હોવાથી આ  ટ્રેનને રોકવામાં આવી છે. ટ્રેન રાકવામાં આવતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલ લગભગ 700 મુસાફરો ફંસાયા […]

Top Stories India Videos
aam 5 ઉપર આકાશ, નીચે પાણી, વચ્ચે ફસાઈ મહાલક્ષ્મી એક્સ્પ્રેસ, સેકડો મુસાફરોના જીવ જોખમમાં

મુંબઈ,

મુંબઈમાં ભારે વરસાદના કારણે માયાનગરી મુંબઈ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ત્યારે ઘણા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે ત્યારે મહાલાક્ષ્મી એક્સપ્રેસને બદલાપુર અને વાનગનીના વચ્ચે અટકાવામાં આવી છે. ટ્રેક પર પાણી ભરાયું હોવાથી આ  ટ્રેનને રોકવામાં આવી છે.

ટ્રેન રાકવામાં આવતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલ લગભગ 700 મુસાફરો ફંસાયા છે. એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે જવા માટે રવાના   થઇ ચુકી છે. આરપીએફ અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે. ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બિસ્કિટ અને પાણી આપવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન સેન્ટ્રલ રેલ્વેના ડિવિઝનલ રેલ્વે મેનેજરે બચાવ દળને ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને નીકળવાનો નિર્દેશ આપ્યો છે. તો ત્યાં જ સેન્ટ્રલ રેલ્વેને મહાલક્ષ્મી એક્સપ્રેસના મુસાફરોને અપિલ કરતા કહ્યું કે તેઓ ટ્રેનની નીચે ના ઉતરે, ટ્રેન સલામત છે. એનડીઆરએફની 8 ટીમો ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઇ ચુકી છે અને રાહત તથા બચાવ માટે ત્રણ બોટ પણ મોકલવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન