Not Set/ સાડીમાં ભીંજાતી આ હીરોઇનોના વરસાદી ગીતોએ લાખો લોકોના ભીંજવ્યા છે દિલ

મુંબઈ, એક સમય હતો જ્યારે દરેક બોલિવૂડની  ફિલ્મોમાં એક્ટ્રેસના બદનને પાણીથી તરબતર કરીને તેના પર ગીતને ફિલ્માંકન કરવાનો ટ્રેન્ડ હતો.80 અને 90ના દાયકાના દરેક એક્ટર એક્ટ્રેસીસને ભીંજાવવાના ગીતો કરવા જ પડતા હતા.આવા વરસાદી ગીતો પ્રેક્ષકોમાં આ પ્રકારના ગીતો ખૂબ જ લોકપ્રિય હતા. જો કે હવે વરસાદી ગીતોના ક્રેઝમાં ઘટાડો થયો છે એટલું જ નહીં પરંતું […]

Trending Entertainment Videos
we સાડીમાં ભીંજાતી આ હીરોઇનોના વરસાદી ગીતોએ લાખો લોકોના ભીંજવ્યા છે દિલ

મુંબઈ,

એક સમય હતો જ્યારે દરેક બોલિવૂડની  ફિલ્મોમાં એક્ટ્રેસના બદનને પાણીથી તરબતર કરીને તેના પર ગીતને ફિલ્માંકન કરવાનો ટ્રેન્ડ હતો.80 અને 90ના દાયકાના દરેક એક્ટર એક્ટ્રેસીસને ભીંજાવવાના ગીતો કરવા જ પડતા હતા.આવા વરસાદી ગીતો પ્રેક્ષકોમાં આ પ્રકારના ગીતો ખૂબ જ લોકપ્રિય હતા.

જો કે હવે વરસાદી ગીતોના ક્રેઝમાં ઘટાડો થયો છે એટલું જ નહીં પરંતું સેન્સર બોર્ડે પણ આવા ગીતોને U સર્ટિફિકેટ આપવાનું ઓછું કર્યું છે.નવા જમાનાના ડાયરેક્ટરો પણ હીરોઇનનોને બહું પલાળવામાં માનતા નથી.

હાલ વરસાદી મોસમ ચાલે છે ત્યારે આપણને મસ્ત મસ્ત વરસાદી ગીતો સાંભળવાનું ચોક્કસ મન થાય.અહીં અમે એવા ભીના ગીતો અને તેમાં ભીંજાયેલી હીરોઇનનું લીસ્ટ આપ્યું છે જે તમને સાંભળવા ગમશે.

કેટરીના કૈફ

ફિલ્મ ‘દે ધના ધન’માં એક ગીતમાં લાલ સાડી પહેરેલી કેટરીના કૈફ એકદમ ભીંજાયેલી જોવા મળે છે.કેટરીનાનો આ હોટ લુક જોઇને ભલભલા કાયલ થયા હતા.

સની લિયોની

ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’માં સની લાલ સાડીમાં કંઇક આ રીતે જોવા મળી હતી.હોટ ફિગર માટે દુનિયાભરમાં જાણીતી સની  લિયોની ફિલ્મના આ સીનમાં એવી સેક્સી લાગતી હતી કે જોનારાની નજર જ ના હટે.

વિદ્યા બાલન

‘ધ ડર્ટી પિક્ચર’માં સાઉથની સેક્સી સાયરન સિલ્ક સ્મિતાની ભૂમિકા વિદ્યા બાલને બખુબી નિભાવી હતી.સિલ્ક સ્મિતાની જેમ અડધો બ્લાઉસ પહેરીને કાંજીવરમની સાડીમાં વિદ્યા બાલન એવી લાગતી હતી કે લાખો દિલ ઘાયલ થઇ જાય.

શ્રીદેવી

‘મિસ્ટર ઇન્ડિયા’ના સોંગ કાટે નહીં કટતે યે દિન યે રાતે ધુમ મચાવી હતી.ગીત પછી શ્રીદેવી લાખો ભારતીયોમાં છવાઇ હતી.આ ગીતની રેકોર્ડ બ્રેક કેસેટો વેચાઇ હતી એટલું જ નહી પરંતું શ્રીદેવીના ફિગરના પણ ભરપુર વખાણ થયા હતા.

કરીના કપૂર ખાન

ફિલ્મ ‘ચમેલી’માં કરીના કપૂર ખાન પર એક ગીત ફિલ્માંકન કરવામાં આવ્યું હતું, જેમાં તે વરસાદમાં ભીંજાતી દેખાઇ હતી.

રવિના ટંડન

‘મોહરા’નું ‘ટીપ ટીપ બરસા પાની’ રવિના અને અક્ષય કુમાર પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.પારદર્શક સાડીમાં રવિના ટંડને કરલો ડાન્સ તેના ચાહકોને વર્ષો સુધી યાદ રહી જશે.

સ્મિતા પાટિલ   

‘નમક હલાલ’ ફિલ્મના સોંગ ‘આજ રપટ જાયે’માં સ્મિતા પાટિલ અને અમિતાભ બચ્ચન વરસાદીમાં ભીંજાતા જોવા મળે છે.વરસાદનો આનંદ માણતા સ્મિતા પાટીલ અને અમિતાભના આ ગીતને જોવા માટે દર્શકો ખાસ ટીકીટ ખર્ચીને જોવા જતા.

મધુબાલા

‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મનું ‘એક લડકી ભીગી ભાગી સી‘માં કિશોર કુમાર અને મધુબાલા જોવા મળે છે.બોલીવુડનું કદાચ આ પહેલું વરસાદી હીટ સોંગ હતું.આ ગીતને વર્ષો થયા હોવા છતાં આજે પણ આ ગીત અને મધુબાલા એકદમ મદમસ્ત લાગે છે.