Not Set/ ઉંટડીના દૂધનો વ્યવસાય વિકસ્યો, માલધારી સમાજને ફળ્યો ઉંટના દૂધનો વ્યવસાય

ઉંટડીના દૂધનો વ્યવસાય વિકસ્યો, માલધારી સમાજને ફળ્યો ઉંટના દૂધનો વ્યવસાય

Gujarat Others Trending
strome 1 3 ઉંટડીના દૂધનો વ્યવસાય વિકસ્યો, માલધારી સમાજને ફળ્યો ઉંટના દૂધનો વ્યવસાય

કચ્છમાં ઊંટડીના દૂધનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેથી માલધારીઓની  આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી ઊંટડીના દૂધનું ચલણ વધ્યું છે અને ધીરે ધીરે  માલધારીઓ પણ લોકોને રોજગારી આપતા થયા છે.

  • ઉંચુ દૂધ
  • પશુધનથી કચ્છને મળે છે અનેક ફાયદા

કચ્છ જિલ્લો જેટલી માનવ વસતી છે તેટલા જ પ્રમાણમાં પશુઓની વસતી છે. જે કચ્છ જિલ્લા માટે એક આશિર્વાદ સમાન છે. ખાસ કરીને જ્યારે વાત માલધારી સમાજની થાય ત્યારે આપણને ઉંટની યાદ આવે. માલવાહક તરીકે ઉંટની ગણના થતી હોય છે પરંતુ ઊંટડી પણ હવે માલધારીઓને દૂધ સ્વરૂપે આર્થિક મદદ કરે છે. જિલ્લામાં પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે અને તેમાં નખત્રાણાના બન્ની પ્રદેશમાં તો સૌથી વધારે ઉંટ જોવા મળે છે. રાજસ્થાનની એડવીક ડેરીએ ઊંટડીનું દૂધ ખરીદવાનું શરૂ કર્યું ત્યારથી માલધારીઓના જીવનમાં પરિવર્તનની રૂપૂરેખા શરૂ થઈ છે .

Found! Camel Milk in Malaysia. Where to get it and Why (treats Autism and  other illnesses) | Living Malaysia

  • મહિલાઓ કરે છે મોટાપાયે વ્યવસાય
  • આજે બન્ની પ્રદેશમાં છે 12 હજાર જેટલા ઉંટ
  • સહજીવન સંસ્થા કરે છે મહિલાઓને મદદ
  • ઊંટડીનું દૂધ છે આરોગ્યપ્રદ

કચ્છમાં ઊંટોની અંદાજીત સંખ્યા 12 હજાર જેટલી છે જેમાં 7 હજાર ઊંટડીનો સમાવેશ થાય છે.  દાયકાઓ અગાઉ ઊંટડીના દૂધ નું મહત્વ ખૂબ જ ઓછું હતું.  પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ઊંટડીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ માટે ખૂબ જ ઉપયોગી હોવાનું ફલિત થયા પછી તેનું મહત્વ ખૂબ જ વધ્યો છે.  સહજીવન સંસ્થાના પુનિતા બેન પટેલ જણાવે છે કે ઊંટડીનું દૂધનું વેચાણ થવાથી મહિલાઓને આવક વધી છે.

Camel Milk as Cure-All? An Update… - Food Safety Science

  • ઊંટડીના દૂધમાં ઇન્સ્યુલિનનું મોટું પ્રમાણ
  • ગાય-ભેંસના દૂધ કરતા સ્વાદમાં અલગ

કચ્છમાં ઊંટડીનું દૂધ એકત્ર કરી શકાય તેવા વિસ્તારો નખત્રાણા,  રાપર,  ભચાઉ  અને ભુજ છે.  ઊંટડીના દૂધનો સ્વાદ ગાય અને ભેંસના દૂધ કરતા અલગ હોય છે.  દુનિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ઊંટડીના દૂધમાં ઇન્સ્યુલિન જેવું પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.  જે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ ની જાળવણી માં અતિ મહત્વનો ભાગ ભજવે છે. દૂધ નિયમિત સેવનથી ચામડી પર કરચલીઓ પડવાની ઝડપ ઘટે છે અને ચહેરાને નિખાર આપે છે.