Not Set/ હરિયાણા : ફૂટપાથ પર સુતેલા મજૂરો માટે મોત બનીને આવી બેકાબુ કાર, ૫ ના મોત

હરિયાણામાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફૂટપાથ પર સુતેલા લોકો ગાડી નીચે કચડાઈ ગયા હતા. જેમાં ૫ લોકોના મોત થયા છે. આ ઘટના રાત્રે ૨  વાગ્યે બની છે. ૫ લોકોના મૃત્યુ અને ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 5 killed and 9 injured as a car ran over labourers sleeping on a […]

Top Stories India Trending
carrrrrrrrrrrrr હરિયાણા : ફૂટપાથ પર સુતેલા મજૂરો માટે મોત બનીને આવી બેકાબુ કાર, ૫ ના મોત

હરિયાણામાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફૂટપાથ પર સુતેલા લોકો ગાડી નીચે કચડાઈ ગયા હતા. જેમાં ૫ લોકોના મોત થયા છે.

આ ઘટના રાત્રે ૨  વાગ્યે બની છે. ૫ લોકોના મૃત્યુ અને ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રાત્રે બેકાબુ બનેલી ગાડી જીન્દાલ પુલ પર સુતેલા લોકો પર ફરી વળી હતી.

પુલનું સમારકામ ચાલુ હોવાને લીધે આ પુલનો એક બાજુનો રસ્તો બંધ હતો અને પુલને રન-વે બનાવ્યો હતો.કારની સામે અચાનક ડ્રમ અને મિક્સિંગ મશીન આવી જતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો.

બેકાબુ બનેલી કાર ફૂટપાથ સુતેલા મજૂરો પર ચડી ગઈ હતી અને સામેથી આવી રહેલી બીજી એક કાર આઈ ૨૦ સાથે અથડાઈ હતી.જોરદાર એકસીડન્ટને લીધે સામેથી આવેલી આઈ૨૦ કાર ૫૦ ફૂટ નીચે પડી હતી. કારમાં રહેલા ત્રણ યુવક ભાગી ગયા હતા.

જીન્દાલ ફેકટરીના એક કર્મચારીએ જયારે ચીસ સાંભળી ત્યારબાદ તેણે પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવી હતી. પોલીસ હાલ મૃતકોની ઓળખાણ કરી રહી છે. ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.