online application/ ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો, પોલીસે 50થી વધુની ધરપકડ કરી

આઇપીએલ 2024ની સાથે-સાથે સટ્ટાએ પણ વેગ પકડ્યો છે. આઇપીએલની મેચ પર મોબાઇલ એપ્લિકેશન પરથી સટ્ટો રમતા 50થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આમાનું કોઇનું પણ બૂકી સાથે જોડાણ ન હતું. તેઓ મોબાઇલમાં મેચ જોવા સાથે-સાથે એપ્લિકેશનથી સટ્ટો રમી રહ્યા હતા.

Gujarat Ahmedabad Trending Breaking News
Beginners guide to 2024 04 19T155001.534 ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો, પોલીસે 50થી વધુની ધરપકડ કરી

અમદાવાદઃ આઇપીએલ 2024ની સાથે-સાથે સટ્ટાએ પણ વેગ પકડ્યો છે. આઇપીએલની મેચ પર મોબાઇલ એપ્લિકેશન પરથી સટ્ટો રમતા 50થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આમાનું કોઇનું પણ બૂકી સાથે જોડાણ ન હતું. તેઓ મોબાઇલમાં મેચ જોવા સાથે-સાથે એપ્લિકેશનથી સટ્ટો રમી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ રીતે ઓનલાઇન એપ્લિકેશનથી સટ્ટો રમાડતી અસંખ્ય એપનો રાફડો ફાટ્યો છે. મોબાઇલ ફોનમાં મેચ જોતી દરેક વ્યક્તિને સ્ક્રીન પર નીચેના ભાગમાં એક ડિજિટલ એડ દેખાય છે. આ કંઈ જાહેરખબર હોતી નથી, પરંતુ મેચ પર સટ્ટો રમવા માટેની એપ્લિકેશન હોય છે. તેના પર ક્લિક કરવાથી તમારા ફોનમાં ક વોટ્સએપ નંબર આવે છે. તે નંબર પરતી યુઝર આઇડી અને પાસવર્ડ જનરેટ કરવાનો મેસેજ આવે છે. તેની સાથે સામેવાળો બેન્કની વિગત અને જુદાજુદા યુઝર આઇડી અને પાસવર્ડ મોકલે છે. તેના ખાતામાં રૂપિયા જમા કરાવતા જ તમારું એકાઉન્ટ જનરેટ થઈ જાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાજ્યના ચાર બુકી દીપક ડીસા, મહાદેવ, હર્ષિલ જૈન અને અમિત મજીઠિયા મોસ્ટ વોન્ટેડ છે. તે ચારેય દુબઈમાં છે. તેઓ ત્યાંથી દેશદુનિયામાં આઇપીએલ પર ઓનલાઇન એપ્લિકેશનથી સટ્ટો રમાડી રહ્યા છે. ક્રિકેટ મેચ પર સટ્ટાની કુલ એપમાંથી 80થી 90 ટકા એપ આ ચારની છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા લાખો લોકો માટે હજારો એપ છે. તેમાથી ઘણી એપ ડમી પણ છે. તેમા પૈસા ભરવાથી પૈસા પાછા મળતા નથી. ક્રિકેટ પર સટ્ટો રમવો ગેરકાયદે હોવાથી રૂપિયા મળતા નથી. છતાં કોઈ કેસ કરતું નથી.  દરેક બુકીના કોલ સેન્ટરમાં 500 લોકો કામ કરે છે. આ બુકીઓએ એપ ઓપરેટ કરવા 500થી 1000 છોકરાઓને નોકરીએ રાખ્યાં છે અને ત્યાં જ કોલ સેન્ટર ચાલે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો

આ પણ વાંચો:ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના