Accident/ ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના

અકસ્માતોથી મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે……….

Gujarat
Image 26 ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના

Gujarat News:  રાજ્યમાં અકસ્માતોમાં દરરોજ વધારો થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. બેફામ વાહનો ચલાવવા, નશીલા પીણાં પીને વાહન ચલાવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી વડોદરા અને સુરેન્દ્રનગરમાં અકસ્માતોથી મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં અકોટા બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના થતાં ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે રાત્રે શહેરમાં અકોટા બ્રિજ ઉપર બલેનો ગાડીએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા આકાશ નામના યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. વડોદરા પોલીસે તપાસ કરતા કારની તપાસ કરતાં કારચાલક નશાની હાલતમાં ઝડપાયો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. વસ્તડી ઓવર બ્રિજ નજીક અકસ્માત સર્જાતા યુવતીનું મોત નિપજ્યું હતું. અજાણ્યા વાહનની અડફેટે આવતી યુવતી બાધા પૂરી કરી ચોટીલા જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સુરેન્દ્રનગર પોલીસે આ ઘટનાની વધુ તપાસ કરવા કાર્યવાહી શરૂ કરી છે.whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાયબ દીકરી સાથે પોતાના પશુ પક્ષીઓને પણ શોધવા મહિલાની હાઈકોર્ટમાં રજૂઆત

આ પણ વાંચો:અડાલજ પાસેથી દારૂના જથ્થા સાથે છ લાખનો મુદ્દામાલ કબજે